જામનગર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂૂ ઝડપી પાડી આશરે રૂા. 1,04,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, અને પોલીસે તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. જ્યારે અન્ય દરોડામાં આયુર્વેદિક કોલોનીમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો.
જામનગરના સિટી બી. ડિવિઝન ના પી.આઈ. એન.એમ. ગઢવી ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પો.સ.ઇ. ડી.જી. રાજ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કર્મચારીઓ અજયસિંહ એમ. ઝાલા, કૃપાલસિંહ પ્રતાપસિંહ સોઢા તથા જયદીપસિંહ અમરસિંહ જાડેજાને ખાનગી હકીકત મળી હતી કે રામેશ્વરનગર, પટેલવાડી શેરી નં. 1 ખાતે રહેતા શક્તિસિંહ મેરૂૂભા સોઢા પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ વેચાણ અર્થે સંગ્રહ કરી રાખે છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂૂની નાની-મોટી કુલ 43 બોટલો કિંમત રૂૂ. 48,800 તેમજ ચપલા નંગ 179 કિંમત રૂૂ. 55,250 મળી કુલ રૂૂ. 1,04,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ કનકસિંહ જાડેજાની ફરિયાદના આધારે પો.સ.ઇ. ડી.જી. રાજ દ્વારા પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ દારૂૂનો જથ્થો રાખનાર શક્તિસિંહ મેરૂૂભા સોઢા, રહે. રામેશ્વરનગર, પટેલવાડી શેરી નં. 1, જામનગર હાલ ફરાર છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં આયુર્વેદીક કોલોની સી-બ્લોક નં.16 ખાતે ઇંગ્લીશ દારૂૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ખાનગી બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા દરોડા પાડી કુલ રૂૂ.2,13,800 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે દારૂૂનો જથ્થો સંતાડનાર મહિલા આરોપીની પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઇ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું. દરમિયાન સ્ટાફના અજયસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજાને મળેલી ખાનગી હકિકતના આધારે આયુર્વેદીક કોલોની સી-બ્લોક નં.16 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં આશાબા ઉર્ફે આશુબા અનિરૂૂધ્ધસિંહ સોઢા દ્વારા વેચાણ અર્થે રાખવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂૂની કુલ 125 બોટલો કિંમત રૂૂ.1,53,600 તથા ચપલા નંગ 172 કિંમત રૂૂ.60,200 મળી કુલ 297 નંગનો રૂૂ.2,13,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ જાડેજાની ફરીયાદના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ દ્વારા પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપી આશાબા ઉર્ફે આશુબા અનિરૂૂધ્ધસિંહ સોઢા ફરાર હોવાથી તેણીની શોધખોળ ચલાવાઇ રહી છે.
