જામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયા

જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક વિસ્તારમાં વસઇ ગામ નજીક વીજ વિભાગના બે ટ્રાન્સફોર્મરમાંથી કોર તથા વાઇન્ડિંગ કોઈલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર…

જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક વિસ્તારમાં વસઇ ગામ નજીક વીજ વિભાગના બે ટ્રાન્સફોર્મરમાંથી કોર તથા વાઇન્ડિંગ કોઈલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ, જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અને પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડમાં ફરજ બજાવતા રૂૂષીભાઈ દિનેશચંદ્રભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ અનુસાર તા. 14/05/ની રાત્રિના દસ વાગ્યાથી તા. 15/05/ની સવારે સાડા અગિયાર વાગ્યા દરમિયાન સિક્કા પોલીસ મથકથી પૂર્વ દિશામાં આશરે 17 કિલોમીટર દૂર આવેલા હોટેલ હાઈવે હરી સામે વસઈ જ્યોતિગ્રામ ફીડર તથા લાખાબાવળ પાટીયા નજીક આવેલા ફીડર પર મુકાયેલા બે ટ્રાન્સફોર્મરને નિશાન બનાવવામાં આવ્યા હતા.અજાણ્યા ચોર ઇસમોએ બંને ટ્રાન્સફોર્મરની બોડી ખોલી અંદર રહેલી ટ્રાન્સફોર્મરની કોર તેમજ વાઇન્ડિંગ ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ચોરી થયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂૂ. 1,06,000 હોવાનું નોંધાયું છે. સમગ્ર બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની વધુ તપાસ એ.એસ.આઈ. સી.ડી. ગાંભવા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *