ટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતા સગીરને અજાણ્યા શખ્સે માર માર્યો

શહેરના ભગવતીપરામાં રહેતી સગીરા લગ્નમાં જવા રેલવે સ્ટેશને ગયો હતો. જ્યાં ટ્રેનમાં બેસવા બાબતે માથાકુટ થતાં અજાણ્યા શખ્સે ઝઘડો કરી કડા વડે માર મારતાં તેણીને…

શહેરના ભગવતીપરામાં રહેતી સગીરા લગ્નમાં જવા રેલવે સ્ટેશને ગયો હતો. જ્યાં ટ્રેનમાં બેસવા બાબતે માથાકુટ થતાં અજાણ્યા શખ્સે ઝઘડો કરી કડા વડે માર મારતાં તેણીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરામાં એ.જે.પાર્કમાં રહેતી સુજાના એશાનભાઈ મકવાણા (ઉ.17) નામની સગીરા ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.3 ઉપર હતી ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી હાથમાં પહેરેલા કડા વડે માથામાં માર મારતાં તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સગીરા એક ભાઈ એક બહેનમાં મોટી છે તેણી મહેસાણા લગ્નમાં જતી હતી દરમિયાન રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસવા બાબતે અજાણ્યા શખ્સ સાથે માથાકુટ થતાં તેણે હાથમાં પહેરેલું કડુ માથામાં ઝીંકી દીધું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી રેલવે પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *