કલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયો

રાજકોટ મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરીમાં સનદી અધિકારી ગેરહાજર હોવાના પગલે હાલ તમામ જવાબદારીઓ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદને સોંપવામાં આવી છે. કલેક્ટર દસ…

રાજકોટ મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરીમાં સનદી અધિકારી ગેરહાજર હોવાના પગલે હાલ તમામ જવાબદારીઓ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદને સોંપવામાં આવી છે. કલેક્ટર દસ દિવસની રજા પર હોવાથી કલેક્ટરનો ચાર્જ પણ તેમની પાસે છે જે સોમવારે રિલીવ થઈ જશે પરંતુ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા 3 અઠવાડિયાની ટ્રેનીગમાં મસુરી ગયા હોવાથી મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે.

હાલ જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે મહાનગરપાલિકાનું ખાસ જનરલ બોર્ડ પણ ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોલાવવામાં આવશે. હાલ એ તમામ બાબતોની તૈયારીઓનો તખ્તો ઘડાઈ રહ્યો છે. અત્યારે હવે મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સોપાતા જનરલ બોર્ડ બોલાવવા માટેની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવશે ને વિશેષ એજન્ડાઓ પણ રજૂ કરાશે. હાલ એક પણ વહીવટી કામ મહાનગરપાલિકામાં પૂર્ણ થયા નથી અને અધરતાલ રહેલા છે ત્યારે હવે ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર આવી જતા આશા જાગી છે કે હવે આ બાકી રહેલા તમામ કાર્યો જે કોર્પોરેશનના કમિશનરના અધિકાર ક્ષેત્રમાં આવતા હોય તે હવે પરિપૂર્ણ થશે.

ત્યારે મહત્વની વાત તો એ છે કે હાલ ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર પાસે સૌથી મહત્વનું કામ તો વિશેષ જનરલ બોર્ડ બોલાવવાનું છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન , શાસક પક્ષનેતા અને દંડકના નામોની ઘોષણા કરશે. પ્રથમ વખત એવું થતું હશે કે નવા હોદ્દેદારોની વરણી માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જનરલ બોર્ડ બોલાવવામાં આવી હોય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *