મોરબીમાં મકાન ભાડું ચડી જતાં ભાડૂઆતની પત્ની અને સગીર દીકરીને હવસનો શિકાર બનાવી

મોરબી શહેરમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શ્રમિક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય અને મકાન ભાડું ચડી જતા પતિની સહમતીથી આરોપી મકાન માલિકે…

મોરબી શહેરમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શ્રમિક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય અને મકાન ભાડું ચડી જતા પતિની સહમતીથી આરોપી મકાન માલિકે પત્ની અને સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આરોપી મકાન માલિક અને આરોપી પતિને ઝડપી લીધા છે તો એક ઇસમની શોધખોળ ચલાવી છે.

મોરબીમાં છ માસ પૂર્વ શ્રમિક પરિવાર મજુરી અર્થે આવ્યો હતો અને પતિએ મકાન માસિક રૂા. 2000 ના ભાડે રાખ્યું હતું પરંતું કામધંધો સરખો ચાલતો ના હતો અને ભાડું ચડી જતા પતિની સંમત્તિથી મકાન માલિકે પત્ની સાથે શરીર સંબંધ બાંધી તેમજ સગીર વયની દીકરી પર નજર બગાડી ચડત ભાડાને કારણે આરોપી પિતાની સંમત્તિથી દીકરીને મજબુર કરી મકાન માલિકે લલચાવી, ફોસલાવી અવારનવાર શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો હતો મકાન માલિકે પોતાના મકાન તેમજ ટંકારા ખાતે મકાને લઇ જઈને સહ આરોપીએ અને મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતું.

જે બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી મકાન માલિક અને ભોગ બનનારના પતિ અને અન્ય સહ આરોપી સહીત કુલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી બે ઇસમોને ઝડપી લીધા છે જેમાં આરોપી પતિ હાલ જેલહવાલે છે અને મકાન માલિકના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે તેમજ ગુનામાં સહ આરોપી ભાગતો ફરતો હોય જેને ઝડપી લેવા પોલીસ ટીમ તપાસ ચલાવી રહી છે.

જુગાર રમતા ઝડપાયા
મોરબી એલસીબી ટીમે જેતપર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સ્થળ પરથી નવ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ અને 7 મોબાઈલ સહીત 1.20 લાખનો મુદામાલ કબજે લીધો છે ચાર ઈસમો નાસી જતા વધુ તપાસ ચલાવી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપરથી દેવળિયા જવાના રસ્તે પડતર ખરાબાની જગ્યામાં રેડ કરી હતી પોલીસે જુગાર રમતા રણજીત મનસુખભાઈ કોરડીયા, અભય ભગવાનજી અઘારા, અશ્વિન હીરજીભાઈ ભટાસણા, ધર્મેન્દ્ર ગોકળભાઈ હમીરપરા, માનસિંગ દેવાભાઈ સોમાણી, નિપુલ જેન્તીભાઈ જાલરીયા, મયંક તળશીભાઈ કાવર, રાહુલ મનહર બોસીયા અને મેહુલ લાભુભાઈ દેત્રોજા એમ નવને ઝડપી લઈને રોકડ રૂા.70,100 અને 7 મોબાઈલ કીમત રૂા. 50,000 સહીત કુલ રૂા.1,20,100 નો મુદામાલ કબજે લીધો છે. રેડ દરમિયાન આરોપીઓ રાજુભાઈ કંડિયા, ઢેકરી અઘારા, રૂપેશ ઉર્ફે રૂપો કલોલા અને શક્તિ કોળી એમ ચાર ઈસમો નાસી જતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *