માળિયા મિયાણાના ખાખરેચી ગામે પરિવાર પર હુમલો, મકાન સળગાવી દીધું

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો અને ઘરવખરીને આગ ચાંપી અંદાજે એક લાખ રૂૂપિયાનું નુકસાન કર્યાની સળગતી ઘટના સામે…

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો અને ઘરવખરીને આગ ચાંપી અંદાજે એક લાખ રૂૂપિયાનું નુકસાન કર્યાની સળગતી ઘટના સામે આવી છે. આ મામલે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. માહિતી મુજબ માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણા (ઉ.વ.42) એ ઓસમાન અલારખા મોકરસી, અમીના ઓસમાન મોકરસી, સહમાહેનૂર ઓસમાન મોકરસી ત્રણેય રહે.- ખાખરેચી, તા-માળીયા મી.વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરીયાદીના મોટાભાઇ નવઘણભાઇના ઘરમાં અપ-પ્રવેશ કરી ઘરમા આગ લગાડી તથા ઘરમાં ચીજ વસ્તુને કુહાડી તથા ત્રીકમ વડે તોડફોડ કરી આશરે રૂૂ.1,00,000/- નુકસાની કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સટ્ટો રમતા ઝડપાયો
મોરબી-હળવદ હાઇવે રોડ પર રાજધાની હોટલ પાસે જાહેરમાં એક ઇસમ મોબાઇલ ફોનમાં Nns 1425 આઈ.ડી. હેન્ડલર આરોપી સાથે ઓનલાઇન ALL નામની એપ્લિકેશન માથી ચાલુ આઇપીએલ ની ટી-20 ની લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર જુગાર રમી રમાડતા એક ઈસમ અશોકભાઈ હીરાભાઈ જોશી (ઉ.વ.29) રહે. સરતનપર રોડ કમાન્ડર કારખાનાની ઓરડી તા.જી. મોરબીવાળાને રોકડ રૂૂપિયા 10210 તથા મોબાઇલ ફોન કિંમત રૂૂ.5000 મળી કુલ કિંમત રૂૂપિયા 15210 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગેસ રિફિલિંગ કરતા ઝડપાયો
મોરબી એસ.ઓ.જી. ટીમ ચાર્ટરની કામગીરીમા હોય તે દરમ્યાન બાતમી આધારે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર ગેસના બાટલા રીફીલીંગ કરતા ઇસમ હનીફભાઈ હુશેનભાઈ બાવરા રહે.વાકીયા તા.વાંકાનેરવાળાને કુલ 43,650 નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલમ 287 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાકલમ 3,7 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકાને સોપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *