ઉનાના દરિયામાં માછીમાર યુવક લાપતા

ઉનાના નવાબંદર દરિયામાંથી એક માછીમાર યુવક ગુમ થવાની વધુ એક ઘટના સામે આવી છે. નવાબંદર થી 15.07 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી કરી રહેલી બોટમાંથી…

ઉનાના નવાબંદર દરિયામાંથી એક માછીમાર યુવક ગુમ થવાની વધુ એક ઘટના સામે આવી છે. નવાબંદર થી 15.07 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી કરી રહેલી બોટમાંથી સુરેશભાઈ બાબાભાઈ બારૈયા નામનો ખલાસી કુદરતી હાજતે જતા દરિયામાં પડી જતા ગુમ થયાનું નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જાણવા મળ્યું છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાંહિતેશભાઈધનાભાઈ સોલંકી, ઉ.વ. 20, માછીમારી, રહે. નવાબંદર , દ્વારા જાણવાજોગ અરજી આપવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા મુજબ, સુરેશભાઈ બાબાભાઈ બારૈયા, ઉ.વ. 42, ધંધો-માછીમારી, વાળા તા. 13/01 /2025ના રોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ નવાબંદર દરિયા કાંઠાથી 15.07 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી કરી રહેલી બોટ રજી. નંબર 20 29949-07058507 માં ખલાસી તરીકે કામ કરી રહ્યા હતા.બોટમાં કામ કરતા દરમિયાન સુરેશભાઈ બારૈયા રાત્રીના સમયે કુદરતી હાજતે જતા દરિયામાં વધુ ખેંચાના કારણે દરિયાના પાણીમાં પડી ગયા હતા અને ગુમ થયા હોવાનું અરજીમાં જણાવાયું છે.

આ બનાવ અંગે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં તા. 15/01/2025ના રોજ જાણવાજોગ નોંધ દાખલ કરવામાં આવી છે. પોલીસે લાપતા માછીમારની શોધ ખોળ હાથ ધરી છે. દરિયામાં 15 નોટિકલ માઈલથી વધુ દૂર બનેલી આ ઘટનામાં કોસ્ટગાર્ડની મદદ લેવાશે કે કેમ તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, નવાબંદર પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં દરિયામાં માછીમાર ગુમ થવાની આ બીજી ઘટના છે. અગાઉ પણ એક યુવક બોટમાંથી ગુમ થતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. સતત બનતી આવી ઘટનાઓને લઈને માછીમાર સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *