વિરાટ કોહલીનું મગજ ચેઝ કરતી વખતે ચાચા ચૌધરીથી પણ તેજ ચાલે છે: સેહવાગ

રન ચેઝ કરતા 4000થી વધુ રન બનાવવામાં સામાન્ય ખેલાડીને 10 વર્ષથી વધુ સમય લાગે વિરાટ કોહલીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સદી ફટકારી રેકોર્ડની વણઝાર કરી…

રન ચેઝ કરતા 4000થી વધુ રન બનાવવામાં સામાન્ય ખેલાડીને 10 વર્ષથી વધુ સમય લાગે

વિરાટ કોહલીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સદી ફટકારી રેકોર્ડની વણઝાર કરી દીધી હતી. તેઓએ ટી20 ક્રિકેટમાં 14000 રનનો આંકડો પાર કર્યો. જ્યારે આ પહેલા આઈપીએલમાં તે 9000 રનનો આંકડો પાર કરી ચૂક્યો છે. તેમાંથી 4000થી વધુ રન તેણે ચેઝ કરતી વખતે બનાવ્યાં છે. કેકેઆર સામે રનચેઝ દરમિયાન કોહલીની આ ઇનિંગના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ પણ ઘાયલ થઈ ગયા. સહેવાગે કહ્યું કે કોહલીનું મગજ ચેઝ કરતી વખતે ચાચા ચૌધરીથી પણ તેજ ચાલે છે. જ્યારે તેઓએ રન ચેઝ કરતા 4000થી વધુ રન બનાવ્યાં છે, એક સામાન્ય ખેલાડીને આવું કરવામાં 10 વર્ષથી પણ વધુ સમય લાગી જશે.

વીરેન્દ્ર સહવાગે ક્રિકબઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, “ચેઝ કરતી વખતે વિરાટ કોહલીનું મગજ ચાચા ચૌધરીથી પણ વધુ ઝડપથી ચાલે છે. તેઓ મોટા ભાગે રિસ્ક-ફ્રી બેટિંગ કરે છે. જે રિસ્ક તેઓ લે છે તે પછીથી લે છે, જ્યારે તેમને લાગે છે કે હવે મારી ટીમને જરૂૂર છે કે હું રિસ્ક લઈને મોટા-મોટા શોટ્સ મારું, મેચ પૂરી કરીને જાઉં. ત્યારે તેઓ રિસ્ક લે છે. આ જોઈને મજા આવે છે.” અને વિરાટ કોહલી માટે હું શું કહું? મારી પાસે શબ્દો જ નથી. અમે તેમના માટે દરેક વસ્તુ કહી ચૂક્યા છીએ. જીનિયસ, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ, લિજેન્ડ… તમામ ઉપનામ તેઓને આપી ચૂક્યા છીએ. આનાથી વધુ શું કહીએ.”

“ચેઝ કરતી વખતે તેમણે 4000 રન બનાવી લીધા છે, કોઈ સામાન્ય ખેલાડીને આવું કરવામાં 10 વર્ષ લાગી જાય. આઈપીએલમાં તેમના 9000થી વધુ રન છે. જો તમે આઈપીએલના ખેલાડીઓનું લિસ્ટ જોશો તો ઘણા બધા એવા ખેલાડીઓ છે જેમના 4000 રન પણ નથી. કોહલીએ ચેઝ કરતી વખતે આટલા રન બનાવ્યા છે. આ અદ્ભુત આંકડો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *