રાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધા

રાજકોટ શહેરના નવાગામમાં પોલીસ ખુદ લૂંટાયાના બનાવના અમુક કલાકોમાં ધોળે દિવસે જ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ ચલાવી બે શખ્સો નાસી છૂટ્યા…

રાજકોટ શહેરના નવાગામમાં પોલીસ ખુદ લૂંટાયાના બનાવના અમુક કલાકોમાં ધોળે દિવસે જ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ ચલાવી બે શખ્સો નાસી છૂટ્યા હતાં. જો કે, મોડી રાતે સગીર સહિત બે આરોપીને પોલીસે પકડી મુદામાલ રિકવર કરવાં તજવીજ આદરી હતી.

વધુ વિગતો મુજબ,ચોટીલાના ગોલીડા ગામે રહેતાં જયન્તિભાઈ તળસીભાઈ માલકિયા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં બે અજાણ્યા શખ્સોના નામ આપતાં થોરાળા પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને સંતાનમા બે દિકરા છે અને તેઓ રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા. 12 ના સવારના આસરે અગિયારેક વાગ્યાના અરસામા તેઓ પોતાની સીએનજી રીક્ષા લઇને ભાવનગર રોડ પર આજીડેમ ચોકડીથી ચુનારાવાડ ચોક જતો હતો, તે દરમ્યાન અમુલ સર્કલ પહેલા બે શખ્સો ઉભા હતા અને હાથનો ઇસારો કરેલ જેથી ફરીયાદીને એમ હતુ કે, પેસેંજર હશે. જેથી રીક્ષા રોડની સાઇડમા ઉભી રાખેલ હતી.

આરોપીઓએ કહેલ કે, મારે માર્કેટીંગ યાર્ડ જવુ છે, જેથી બન્ને શખ્સો રીક્ષામા બેસી ગયેલ હતા. તે દરમ્યાન આ બન્ને શખ્સોમાંથી એક શખ્સે પોતાના નેફામાથી છરી કાઢેલ અને બીજા શખ્સે તેઓને પકડી રાખેલ અને કહેલ કે, તારી પાસે જેટલા રૂૂપીયા હોય તે મને આપી દે, જેથી રૂૂપીયા આપવાની ના પાડતા આ બન્ને શખ્સોએ તેઓ પાસેથી પરાણે ખિસામાથી રૂૂ.20100 કાઢીને ત્યાથી જતા રહેલ હતા. તેઓ ભયના કારણે તેમના ગામડે જતો રહેલ હતો.

ઘરે આ બાબતે વાત કરી ફરીયાદ નોંધાવેલ હતી. જે અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધ્યો હતો અને એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ રીક્ષા ચાલકને આંતરી લૂંટ ચલાવનાર પકડાયેલા સગીર સહિત બે આરોપીઓ ભાવનગર રોડ પર આવેલ રેડલાઇટ એરિયામાં આવતા લોકોને મોડી સાંજના સમયે રસ્તામાં આંતરી છરી જેવું હથિયાર બતાવીને 500 થી 2000 સુધીની રોકડની લૂંટ ચલાવતા હતા. સામાજિક ભયના કારણે અનેક લોકો ભોગ બન્યા બાદ પણ પોલીસ પાસે પહોંચતા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *