શહેરના જંકશન મેઈન રોડ અને ભાવનગર રોડ પર પોલીસે બે દરોડા પાડી રૂા.39,600ના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે 200 ચપલા મળી કુલ 1.23 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના એએસઆઈ સમીર શેખ, કોન્સ્ટેબલ અશ્ર્વિન પંપાણીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન જંકશન મેઈન રોડ પર મોરબી હાઉસના ડેલા પાસે એક શખ્સ દારૂ લઈ ઉભો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઈ આરોપી પ્રશાંત ઉર્ફે પસીયો કિશોરભાઈ પરમાર (રહે.લક્ષ્મીવાડી કવાર્ટર)ને ઝડપી લઈ તેની પાસે રહેલી થેલી ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂના ચપલા ન.104 કિ.રૂા.15600 મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપી પ્રશાંત પરમારની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં થોરાડા પોલીસ મથકના એએસઆઈ ડી.કે.ખાંભલા સહિતના સ્ટાફે ભાવનગર રોડ પર ગાયત્રી કોમ્પલેક્ષ પાસેથી એકટીવા ચાલકને ઝડપી લઈ તેની પુછપરછ કરતાં તેનું નામ લોકેન્દ્ર ઉર્ફે સુરજ ગગનસિંઘ નેપાળી (રહે.ભોમેશ્ર્વર સોસાયટી, સાધના એપાર્ટમેન્ટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે એકટીવામાં આગળ રહેલા ખાખી કલરના બોકસની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના ચપલા ન.96 કિ.રૂા.24000 મળી આવ્યા હતાં. જેથી પોલીસે દારૂ એકટીવા અને મોબાઈલ મળી કુલ રૂા.1.07 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી લોકેન્દ્ર નેપાળીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
