મારી ટીમ બાબતે ખોટી વાતો ન ફેલાવો : પ્રિટી ઝિન્ટા

આઇપીએલની શરૂૂઆતમાં સતત સાત મેચ જીતીને ઘણા સમય સુધી નંબર-વન પર રહેનાર પંજાબે સતત ચોથી હાર જોવી પડી એને પગલે અખબારી માધ્યમોમાં તેમ જ ખાસ…

આઇપીએલની શરૂૂઆતમાં સતત સાત મેચ જીતીને ઘણા સમય સુધી નંબર-વન પર રહેનાર પંજાબે સતત ચોથી હાર જોવી પડી એને પગલે અખબારી માધ્યમોમાં તેમ જ ખાસ કરીને સોશ્યલ મીડિયામાં પંજાબની ટીમની ટીકા જે રીતે કરવામાં આવી છે અને ટીમની કેટલીક કચાશ તરફ આંગળી ચીંધવામાં આવી એને પગલે ટીમની માલિક પ્રીટિ ઝિન્ટા ગુસ્સે થઈ છે અને પોતાની ટીમ વિશે ખોટી વાતો ફેલાવનારાઓને ચેતવ્યા છે અને સચોટ માહિતી જ લોકો સુધી પહોંચાડવા સતર્ક કર્યા છે.

પંજાબની ટીમમાં ગેરશિસ્ત છે, ખેલાડીઓ મેદાન પર હોય કે મેદાનની બહાર તેમનામાં શિસ્તનો અભાવ જોવા મળ્યો છે એવી વાતો વાઇરલ થતાં પ્રીટિ ઝિન્ટા ઉશ્કેરાઈ છે. તેણે ‘એક્સ’ પર પોતાના હેન્ડલ પર જણાવ્યું છે કે ‘કોઈની ટીકા કરવી અને ઇરાદાપૂર્વક (લક્ષ્યાંક બનાવીને) વખોડવું એ બન્ને વચ્ચે મોટો ફરક છે. રમતમાં જો યોગ્ય કારણો અને પુરાવા સાથે ચર્ચા થાય તો ચાલે, પણ કોઈ વ્યક્તિ કે ટીમ કે બે્રન્ડને નુકસાન કરવાના ઇરાદાથી જાણી જોઈને ખોટા નેરેટિવ ફેલાવવામાં આવે એને જરાય હળવાશથી ન લેવાય. હું ભરોસાપાત્ર માધ્યમો અને મીડિયા પ્રોફેશનલો સહિત દરેકને વિનંતી કરું છું કે ખોટી અને ઉપજાવી કાઢેલી વાતો બીજા લોકો સુધી પહોંચાડતાં પહેલાં પોતાની જવાબદારી શું છે એ સમજી રાખજો.’ ‘રમતગમતમાં ટીકા તો થાય અને મસ્તીમજાક પણ થતી રહે. મંતવ્યો પણ ખેલકૂદનો એક હિસ્સો જ ગણાય, પરંતુ હલકી પબ્લિસિટી મેળવવા ખોટી સ્ટોરીઓ બનાવીને ચગાવવી એ જરાય ન સાંખી લેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *