પુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા માતાએ ફિનાઇલ પીધું

શહેરના ગોકુલધામ નજીક સ્વામીનારાયણનગરમાં રહેતી મહીલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ છે. પુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા…

શહેરના ગોકુલધામ નજીક સ્વામીનારાયણનગરમાં રહેતી મહીલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ છે. પુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા માતાએ આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ ગોકુલધામ પાસે સ્વામીનારાયણનગરમાં રહેતી દર્શનાબેન પરાગભાઇ મહેતા (ઉ.વ.43) નામની મહીલાએ આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ નિવેદન નોંધા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં દર્શનાબેનને સંતાનમાં એક પુત્ર છે. જે દુબઇ જતો રહ્યા બાદ ફોન ઉપાડતો ન હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *