મનહર સોસાયટીમાં રૂા.4.22 લાખના વિદેશી દારુ ભરેલું માલવાહક ઝડપાયું

શહેરના ભાવનગર રોડ પર આવેલી મનહર સોસાયટીમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.422 લાખોની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ માલવાહક ઝડપી પાડ્યું હતું.પીસીબીની ટીમે 1128…

શહેરના ભાવનગર રોડ પર આવેલી મનહર સોસાયટીમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.422 લાખોની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ માલવાહક ઝડપી પાડ્યું હતું.પીસીબીની ટીમે 1128 બોટલ દારૂૂ સાહિર રૂૂ.622 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના વિસ્તારોમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા ખાસ આદેશ આપવામાં આવ્યો હતો. આ સૂચનાના પગલે પી.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાને એક ચોક્કસ અને સંયુક્ત હકીકત મળી હતી. બાતમી મુજબ, ભાવનગર રોડ પર ભંગાર બજારની પાછળ આવેલી મનહર સોસાયટીમાં ખુલ્લા પ્લોટ પાસેની શેરીમાં એક બંધ બોડીનું ’મેકસીમો’ વાહન ઊભું હતું, જેમાં દારૂૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મહીન્દ્રા મેકસીમો નંબર જી.જે.03.એ.ઝેડ.0804માં તપાસ કરતા વાહનમાંથી વિદેશી દારૂૂની 1128 બોટલો મળી આવી હતી. પીસીબીના આ દરોડા દરમિયાન કુલ રૂૂા. 6,22,352 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સફળ કામગીરીમાં પી.સી.બી. પાઈ એમ. આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુર પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, ડ્રા.પો.હેઙ.કોન્સ. જયેશભાઇ ગઢવી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *