ભીમનગર અને કટારિયા ચોકડી પાસે 40 બાંધકામનો કડુસલો

ટીપીના રોડ અને રિઝર્વેશન પ્લોટમાં ખડકાઇ ગયેલા રહેણાંક અને કોમર્સિયલ કાચા-પાકા બાંધકામ ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યુ કટારિયા ચોકડી પાસે 6271 ચો.મી. અનામત પ્લોટમાં 9 બાંધકામનો…

ટીપીના રોડ અને રિઝર્વેશન પ્લોટમાં ખડકાઇ ગયેલા રહેણાંક અને કોમર્સિયલ કાચા-પાકા બાંધકામ ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યુ

કટારિયા ચોકડી પાસે 6271 ચો.મી. અનામત પ્લોટમાં 9 બાંધકામનો ભુક્કો બોલાવીને 68.97 કરોડની જમીન ખુલ્લી કરાવવામા આવી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખાનું બુલડોઝર ધણધણવા લાગ્યુ છે. ચૂંટણીમાં ટીપી શાખાની પકડ સ્હેજ એવી ઢીલી થતા જ ભુમાફિયાઓને મોકળુ મેદાન મળી ગયુ હતુ. આવા તત્વો દ્વારા સરકારી પ્લોટ અને ટીપીના રોડ પર ખડકી દેવાયેલા દબાણો ઉપર મનપાના ડિમોલિશનની ધણધણટી શરૂૂ થઇ છે.

ગત સપ્તાહે નાના મવા અને મવડીમાં બુલડોઝર ધણધણ્યા બાદ આજે સવારથી જ કાલાવડ રોડ પર આવેલા ભીમનગર, મોટામવા તાલુકા પોલીસ સ્ટેશન સામે ટીપીના રોડ અને અનામત પ્લોટમાં ખડકાયેલા કાચા-પાકા મકાન, કોમર્શિયલ સહિત 40 બાંધકામનો કડૂસલો બોલાવી દેવા મેગા ડિમોલિશન હાથ ધરવામા આવ્યુ હતુ.મનપાની વેસ્ટ ઝોનની ટીપી શાખાના ટાઉન પ્લાનીંગ ઓફિસર ભાર્ગવ બારવડિયાની માર્ગદર્શન હેઠળ સિનિયર એટીપી શૈલેષ સિતાપરા સહિતના સ્ટાફે વીજીલન્સ પોલીસના બંદોબસ્ત સાથે બુલડોઝર લઇને ભીમનગરમાં ધોંસ બોલાવવાનું શરૂૂ કર્યુ હતુ.

ભીમનગરમાં નાના મવા ટીપી સ્કીમ નં.10 હેઠળ આવતા 80 ફૂટ રોડને ખુલ્લો કરવા માટે દબાણ થઇ ગયેલા રહેણાંક અને કોમર્શિયલ સહિત 30 કાચા-પાકા મકાનો તોડી પાડવામા આવ્યા હતા. વહેલી સવારથી જ બુલડોઝરની ધણધણાટી શરૂૂ થઇ ચુકી હતી. 256 મીટર લંબાઇના રોડ પર આ દબાણો ખડકાઇ ગયેલા હતા. દબાણકારોને ચૂંટણી પહેલા નોટિસ આપી જગ્યા ખાલી કરી દેવાની ચેતવણી પણ આપવામા આવી હતી. જો કે મોટાભાગના દબાણો સ્વૈચ્છાએ ખાલી થઇ ગયા હતા.

એ ઉપરાંતના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધરાશાયી કરી નાખવામા આવ્યા હતા.
જ્યારે ટીપી સ્કીમ નં.10(મોટામવા)માં કટારિયા ચોકડી પાસે તાલુકા પોલીસ સ્ટેશનની સામે 6271 ચો.મી.ના અનામત પ્લોટમાં એક પાકુ મકાન અને 8 ઝૂપડા ખડકાઇ ગયા હતા. આ તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઇને રૂૂ.68.97 કરોડની જમીન ખુલ્લી કરાવવામા આવી હતી.

પ્લાનથી વિરુધ્ધ બાંધકામ કરનારાઓને નોટિસનો આખરી રાઉન્ડ શરુ કરાયો
માત્ર સરકારી જમીન કે ટીપીના રોડ જ નહીં પણ ટાઇટલ કલીયર જગ્યામાં પણ પ્લાનથી વિરુધ્ધ બાંધકામ કરનારાઓને ટીપી શાખાએ નોટિસ ફટકારવાનું ચાલુ કર્યુ છે. ચૂંટણીના દિવસોમાં આચારસંહિતાના કારણે ડિમોલિશન થઇ શકે તેમ ન હોવાથી આ તમામને ચેતવણી આપવા છતા બાંધકામ ચાલુ રાખવામા આવ્યુ હતુ. આવા તમામ બાંધકામના આસામીઓને હવે રેલો આપવાનું ચાલુ કરવામા આવ્યુ છે. બાંધકામ ચાલુ હોય તેવી સ્થિતિના અગાઉ પાડેલા ફોટા સાથેની નોટિસ ઇશ્યુ કરવામા આવેલી છે. હયાત સ્થિતિના ફોટા, મંજૂર થયેલા બાંધકામ પ્લાન, દસ્તાવેજ સહિતના આધાર પુરાવા સાથે આસામીઓને મનપાએ રૂૂબરૂૂ હાજર થવા ફરમાન મોકલ્યુ છે. હીયરીંગની તારીખે હાજર ન રહેનાર આસામીઓના બાંધકામને તોડી પાડવામા આવશે તેવુ અલ્ટીમેટમ પણ નોટિસ સાથે આપવામા આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *