શહેરમાં યુનિ.રોડ પર જે.કે. ચોક પાસેથી યુનિવર્સિટી પોલીસે કારમાં દારૂૂના બે બોટલ સાથે સિંગર જયેશ દવેને ઝડપી લીધો હતો. જડૂસ હોટલ સામે મકાનમાંથી દારૂૂની 40 બોટલ સાથે વેપારીને તાલુકા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ કૌશિકભાઇ ગઢવી સહિતનો સ્ટાફ ગઈ રાતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂૂની લગતી કામગીરી કરવા માટે પેટ્રોલીંગમાં હતો. દરમિયાન યુનીર્વસીટી રોડ જે.કે.ચોક ખાતે આવતા એક શખ્સ શકાસ્પદ હાલતમા પોતાના સ્વીફટ ડીઝાયર કાર નં.જીજે /03/કેસી/8007 બેસેલ જોવામાં આવતા તુરત જ ત્યા જઈ ચેક કરતા ઇંગ્લિશ દારૂૂની બે બોટલ મળી આવતા તુરંત તે શખસનું નામ પુછતા પોતાનુ નામ જયેશ રસીકલાલ દવે (ઉવ.50 ધંધો.સીંગર, રહે. રૈયા રોડ, સવન સીગ્નેટ ફ્લેટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર ચેક કરતાં તેમાંથી બે દારૂૂની બોટલ મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ સેજલ મેઘાણીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ભોજભાઈ મોભ અને કોન્સ્ટેબલ પાર્થ સોજીત્રાને આંબેડકર શેરી નંબર 3 જડ્ડુસ હોટલ સામે નાના મવા રોડ પર રહેતા રાજુ ભીખાભાઈ કટારીયાના મકાનમાં દારૂૂનો જથ્થો પડ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી મકાનમાંથી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 40 બોટલ 4,000 નો મુદ્દામાલ કબ્જે કરી મકાન માલિક રાજુ પીઠા કટારીયાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જયારે કાલાવડ રોડ પર આંબેડકર નગર શેરી નં.1 માંથી કરણ પ્રેમજી મહીડા (રહે. આંબેડકર નંબર શેરી નંબર.1) ને દારૂૂની એક બોટલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
