PMના રોડ શો બાદ રાત્રે જ પુષ્પો અને કચરાની સફાઇ

વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોમાં મોટી સંખ્યામાં જનમેદનીની ઉપસ્થિત રહી હતી. રોડ-શો દરમિયાન નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે અને અભિવાદન કરવા…

વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોમાં મોટી સંખ્યામાં જનમેદનીની ઉપસ્થિત રહી હતી. રોડ-શો દરમિયાન નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે અને અભિવાદન કરવા માટે માર્ગોના બંને બાજુએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પોની વર્ષા કરી હતી. જેના કારણે રોડ ઉપર ફુલોની પાંખડીઓની પથારી થઇ ગઇ હતી. રોડ-શો ની પૂર્ણાહુતિ બાદ વડોદરા મહાનગર તથા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સવારે નાગરિકોને અગવડ ન પડે તે ધ્યાને રાખી ‘સ્વચ્છતા હી સેવા‘ અને ‘સેવા હી સંગઠન‘ ના ભાવ સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં કાર્યકર્તાઓએ જોડાઈ રોડ-શો ના રૂૂટ પર રસ્તા પર પડેલા પુષ્પો અને અન્ય કચરાની સફાઈ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *