તળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશે

ભાવનગર જિલ્લાના તળાજા ના વૃદ્ધસોની દંપતિ ની હત્યા સગા પુત્ર અને પુત્રવધુએ રાજકોટ ના બે ઈસમો ની મદદ થકી ઠંડે કલેજે કરેલ હત્યા,હત્યાબાદ પુરાવાઓનો નાશ…

ભાવનગર જિલ્લાના તળાજા ના વૃદ્ધસોની દંપતિ ની હત્યા સગા પુત્ર અને પુત્રવધુએ રાજકોટ ના બે ઈસમો ની મદદ થકી ઠંડે કલેજે કરેલ હત્યા,હત્યાબાદ પુરાવાઓનો નાશ કરવાના અતિ ચકચારી કેસમા ઇન્વેસ્ટિગેશન અધિકારી એકપછીએક કેસમાટે મહત્વની કહી શકાય તેવી ન્યાયિક કાર્યવાહી આગળ ધપાવી રહ્યાછે. એશોઆરામ ભરી ઝીંદગી જીવવાના કારણે આર્થિક ભારણ વધીજતા માતા અને પિતાએ દીકરાને આર્થિક ભારણમાંથી મુક્ત કરવામાટે અંદાજે અડધો કરોડ રૂૂપિયા આપવા છતાંય પુત્ર અને પૂતવધુ સુધર્યા નહિ.

જેને લઈ વધુને વધુ દેવું થઈ જવાના કારણે પિતા ની મિલ્કત, માતાના ઘરેણા વેચીને પણ અમોને રૂૂપિયા આપો ની માગણી ન સંતોષાતા તળાજામા ગોપાલ વોચ,અને જવેલર્સ ની પેઢી સાથે સંકળાયેલા સોની કિશોરભાઈ વૈઠા અને રેખાબેન વૈઠા ની પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલ એ હેતલ સાથે સબંધ ધરાવતા મુનિર બ્લોચ,આમિર પઠાણ ને રાજકોટ થી બોલાવી સાસુ સસરા ની એકજ રુમમા દોરીવડે ગળુંદબાવી શ્વાસ રૂૂંધાવી હત્યા કરી તે હત્યા ને આકસ્મિક બનાવમાં ખપાવવાના પ્રયાસ નો પી.એમ રિપોર્ટ મા સત્ય હકીકત સામે આવ્યાબાદ પોલીસે ગણતરી ની કલાકોમાજ હત્યારાઓ અને હત્યા કઈરીતે થઈ તેનો ભેદ ઉકેલી નાખ્યો. આરોપીઓ વિરુદ્ધ સજ્જડ પુરાવાઓ એકઠા કરવા માટે તપાસનિશ અધિકારી વી.આર.ચાવડા દ્વારા મક્કમ ગતિએ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂૂપે આજે પોલીસે હત્યાના આરોપી વિમલ ના બે મિત્રો ના આજે તળાજા કોર્ટ સમક્ષ રજુકરી ને કલમ 183 મુજબ નિવેદન લેવડાવ્યા હતા.મેજિસ્ટ્રેટ દ્વારા લેવાયેલ નિવદેન વધુ વિશ્વસનીય માનવામાં આવેછે.કજાસ કરીને ગંભીર ગુન્હાઓ સમયે.કોર્ટમાં ટ્રાયલ દરમિયાન મહત્વના માનવામાં આવેછે. ઉલ્લેખનિય છેકે આરોપી પુત્રવધુ હેતલ એ કબુલ્યું છેકે હત્યા સમયે પૂર્વપ્લાન મુજબ પતિ વિમલ મિત્રો સાથે ત્રાપજ ગોળાખાવા અને ધારડી ચા પીવા ગયેલ.ફોનમાં વિમલ ને માહિતી મળતી હતી.હત્યા ને અંજામ અને આગ અકસ્માત મા બંનેના મોત નો ઘડ્યા મુજબ નો પ્લાન તમામ થઈ ગયા બાદ વિમલ સાથીમિત્રો ને કહેછેકે મારા ઘરે આગ લાગી છે.

આ બનાવે માત્ર તળાજા જ નહીં ખાસ કરીને રાજકોટ, સુરત સહિત જ્યાં જ્યાં સોની સમાજ વસવાટ કરે છે તેઓના પરિવાર સુધી આ કેસએ ચકચાર મચાવી દીધી હતી.પુત્ર અને પુત્રવધુ અતિ નિર્દયી બનીને માતા પિતા ને મિલ્કત અને ઘરેણાં માટે મોતને ઘાટ ઉતાર્યા.બાદપણ અકસ્માત જ હોય તેવું નાટક કરતા રહ્યા.લગરીકેય બંને ના ચહેરાઓ ઉપર હત્યાકર્યાના કોઈજ ભાવ ન હતા.ઉલ્ટાનું બજારમાં પાણીપુરી-ગોળાખાતા જોવા મળ્યા હતા.આ બધીજ વિગતોથી જ્ઞાતિ અને ખાસકરીને પરિવાર જનો વાકેફ હતા.સમસમી ગયા છે.હવે આ કેસને રેર ઓફ રેર કેસમા સમાવેશ થાય,ઝડપી કેસ ચાલે, સ્પેશિયલ વકીલ ની નિમણૂક થાય અને કડક સજા થાય તમામ આરોપિઓ ને તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *