આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન ઉર્વિલ પટેલે પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ઉર્વિલે માત્ર 13 બોલમાં અડધી સદી (ફિફ્ટી) ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તેણે IPL ના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાના યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
તેણે પોતાની ઇનિંગ્સના શરૂૂઆતના માત્ર 8 બોલમાં જ 6 ગગનચુંબી છગ્ગા ફટકારીને દર્શકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. આ ઉપરાંત તેણે સુરેશ રૈના અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. મેચમાં ઉર્વિલ પટેલ જે રીતે બેટિંગ કરી રહ્યો હતો, તે જોઈને લાગી રહ્યું હતું કે તે યુવરાજ સિંહનો 12 બોલમાં ફિફ્ટી ફટકારવાનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખશે. તેણે માત્ર 8 બોલમાં 42 રન બનાવી લીધા હતા. પરંતુ પાવરપ્લે પૂરો થયા બાદ આવેલી ’સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ’ ને કારણે તેનો લય થોડો તૂટી ગયો.
IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડીઓ
13 બોલ – ઉર્વિલ પટેલ (CSK)
14 બોલ – કેએલ રાહુલ (PBKS)
14 બોલ – પેટ કમિન્સ (KKR))
14 બોલ – રોમારિયો શેફર્ડ (RCB)
15 બોલ – યુસુફ પઠાણ (KKR)
