રાજકોટ-જેતપુર હાઇવેનું કામ પુરું થાય તે પહેલાં ડિઝાઇન બદલી

હવે કોરાટ ચોકડીએ નવો એલિવેટેડ બ્રિજ બનશે, 1200 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ 1500 કરોડે પહોંચ્યો ચાર વખત મુદત વધારો અપાયો છતાં કામ પુરું થયું નથી: નેતાઓ…

હવે કોરાટ ચોકડીએ નવો એલિવેટેડ બ્રિજ બનશે, 1200 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ 1500 કરોડે પહોંચ્યો

ચાર વખત મુદત વધારો અપાયો છતાં કામ પુરું થયું નથી: નેતાઓ મસ્ત, પ્રજા ત્રસ્ત

રાજ્ય સરકાર દ્વારા માળખાગત સુવિધા વિકસાવવા માટે અનેકવિધ યોજનાઓની અમલવારી શરૂૂ કરી છે અને તેમાં પણ હાઇવે પર મુસાફરી કરતા લોકોને સરળતાથી અને ઓછા સમયમાં તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે તે માટે ઓવરબ્રિજ બનાવવા માટેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલો છે ત્યારે રાજકોટ જેતપુર સીક્સ લેન બ્રિજ કે જે જૂન 2024 માં પૂર્ણ થવાનું હતું તેમાં તારીખ પે તારીખ જોવા મળી છે . હાલ છે વિગતો મળી રહી છે તે મુજબ સરકારે વધુ એક નવો ઓવર પાસ બનાવવાનો નિર્ણય લીધો છે જે આગામી 2027 જૂન માસમાં પૂર્ણ થાય તેવું હાલ જણાવ્યું છે.

જ્યારે ઓગસ્ટ 2022 માં બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તે સમયે 1204 કરોડ રૂૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ બજેટમાં પણ વધારો થયો ને હાલ રાજકોટ જેતપુર સિક્સ લેન્ડ હાઇવે નું બજેટ 1500 કરોડે પહોંચી ગયું છે. ત્યારે સરકારે અંડર પાસ મંજૂર કરતા રાજકોટ-જેતપુર સિક્સ લેનના કામમાં ફરી વિલંબ આવશે કારણ કે કોરાટ ચોક પાસેનો એલિવેટેડ ઓવરપાસ નવો મંજૂર થયો છે.

હાલ છે વિગતો મળી રહી છે તે મુજબ કોર્પોરેશન દ્વારા આજી-ખોખળદડ નદી વચ્ચે બે બ્રિજનું કામ શરૂૂ કરવામાં આવ્યું પરંતુ તે ખૂબ મોડું થયું છે અને પરિણામ સ્વરૂૂપે લોકોએ હેરાનગતિનો પણ સામનો કરવો પડ્યો છે. ત્યારે સુત્ના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2027 સુધીમાં 28 ઓવર પાસ નિર્માણ પામશે ત્યારે બાકીનો એક ઓવર પાસ અને બે બ્રિજ બનતા જૂન 2027 થઈ જશે. આ જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો હવે વધુ સમય ન લાગે અને નિર્ધારિત થયેલ સમય મર્યાદામાં બ્રિજનું કામ પૂર્ણ થાય તે ખૂબ જરૂૂરી છે કારણ કે ત્યારે પણ લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આવતીકાલથી 31 મે એટલે કે 21 દિવસ ગોંડલ થી પરત આવતા ખોડીયાર હોટલથી કાંગસિયાળી રોડ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંપર્ક સુત્રોના જણાવ્યા અનુસાર હાલ રાજકોટ અને જેતપુર વચ્ચે જે નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાંથી પીઠડીયા પાસે એક બ્રિજ શરૂૂ કરી દેવાયો છે જ્યારે અન્ય બ્રિજ જૂન મહિનામાં શરૂૂ થઈ જશે. બીજી તરફ કાગવડ પાસે પણ જે બ્રિજનું કાર્ય ચાલતું હતું તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને બ્રિજ પણ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે વીરપુરમાં પણ ત્રણ બ્રિજ મુસાફરો માટે ખુલ્લા કરી દેવાયા છે તો ચરખડી અને ગોમટામાં પણ બનાવવામાં આવેલા બ્રિજ નું કાર્ય પૂર્ણ થઈ જતા તે પણ ખુલ્લા મુકાયા છે. હાલ ચોરડી ખાતે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે જન્માષ્ટમી આસપાસ ખુલ્લો મૂકવામાં આવે તેવું હાલ જણાઈ રહ્યું છે.

જેટકોની લાઈન જામવાડી અને ગોંડલ વચ્ચે પસાર થતી હોવાના કારણે મંજૂરી મળ્યા બાદ બ્રિજ ખુલ્લા મુકવામાં આવશે. મળતી માહિતી મુજબ આશાપુરા ચોકડી પાસે જે બ્રિજનું કામ ચાલુ છે તે ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ પૂર્ણ થઈ જશે. ચાલુ છે. જે સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે. હાલ ભોજપરામાં બે બ્રિજ અને બીલીયાળામાં એક બ્રિજ ચાલુ છે જ્યારે ભૂણાવામાં 3માંથી 1 બ્રિજ ચાલુ છે.

જ્યારે 2 બ્રિજ ઉપરથી જેટકોની લાઇન છે. જોકે તે બંને બ્રિજ 15 દિવસમાં શરૂૂ થઈ જશે.આ સિવાય શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ પાસે એક બ્રિજનું કામ ચાલુ છે જે 15 જૂન સુધીમાં પૂરું થશે. જ્યારે ભરૂૂડી પાસે 1 તો પીપળીયામાં 2 બ્રિજ ચાલુ છે. આ ઉપરાંત શાપર વેરાવળમાં એક બ્રિજ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાંસદ પરસોતમ રૂૂપાલાએ કોરાટ ચોક પાસે બ્રિજ બનાવવાની ડિમાન્ડ મૂકી હતી જેને મંજૂરી મળતા બ્રિજનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે.

31 મે સુધી ગોંડલથી રાજકોટ આવતા લોકો માટે ડાઇવર્ઝન
આગામી તારીખ 10થી 31 મે સુધી ગોંડલથી રાજકોટ આવતા લોકો માટે ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવશે કારણ કે અહીં કોરાટ ચોક પાસે નવો એલિવેટેડ ઓવરપાસ મંજૂર કરવામાં આવેલો છે. જેથી ઉપરોક્ત દિવસો દરમિયાન વાહન ચાલકોએ ખોડીયાર હોટલથી-વાવડી ૠઈંઉઈ-પુનિતનગર-કાંગસિયાળી રોડ થઈ મન્નત હોટલ આવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *