ગોંડલના ભરૂડીમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં ફસાઈ જતાં મોત

વૃધ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ ગોંડલ તાલુકાના ભરૂડી ગામે કારખાનામાં કામ કરતાં વૃધ્ધનો હાથ મશીનમાં ફસાઈ જતાં ંવૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર…

વૃધ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ

ગોંડલ તાલુકાના ભરૂડી ગામે કારખાનામાં કામ કરતાં વૃધ્ધનો હાથ મશીનમાં ફસાઈ જતાં ંવૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ભરૂડી ગામે રહેતાં બટુકભાઈ નાથાભાઈ સરવૈયા નામના 63 વર્ષના વૃધ્ધ કારખાનામાં કામ કરતાં હતાં ત્યારે અકસ્માતે બટુકભાઈ સરવૈયાનો હાથ મશીનમાં ફસાઈ ગયો હતો. વૃધ્ધને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

જ્યાં વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલીક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *