ગોંડલમાં જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ અમૃત મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ

જિલ્લા, તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારોને શિલ્ડ આપી સન્માનિત કરાયા રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના કિસાન ભવન ખાતે વિજેતા જન પ્રતિનિધિઓનો સન્માન સમારોહ અને…

જિલ્લા, તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારોને શિલ્ડ આપી સન્માનિત કરાયા

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના કિસાન ભવન ખાતે વિજેતા જન પ્રતિનિધિઓનો સન્માન સમારોહ અને ’સોમનાથ મંદિર અમૃત મહોત્સવ’ અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલા રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુરના સદસ્યોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિજેતા ઉમેદવારોને ટકોર કરતા જણાવ્યું હતું કે, “આ જીત કાર્યકર્તાઓના પરસેવાનું પરિણામ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સંગઠન સાથે ખભેખભો મિલાવીને કામ કરવું જોઈએ અને કોઈ કાર્યકર્તાને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.”

બેઠકમાં સોમનાથ ખાતે યોજાનાર અમૃત મહોત્સવમાં જિલ્લામાંથી વધુમાં વધુ લોકો જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. દરેક તાલુકા અને શહેરો માટે ખાસ બસોની ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.ઐતિહાસિક જીત માટે જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયાનું વિશેષ સન્માન કરાયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 તારીખ પછી વિજેતા ઉમેદવારોને ખાતાઓની સોંપણી થવાની શક્યતા છે. કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવરિયા, ભાનુબેન બાબરીયા, પ્રભારી ભરત આર્ય અને સંગઠનના મહામંત્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *