સૂર્યકુમાર યાદવના ઘરે ‘લક્ષ્મી’નું અવતરણ

પિતા બનતા રવિવારની મેચ નહીં રમે ભારતની T20 ટીમના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સ ના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઝઘઈંના…

પિતા બનતા રવિવારની મેચ નહીં રમે

ભારતની T20 ટીમના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સ ના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઝઘઈંના રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવ અને તેમની પત્ની દેવીશા શેટ્ટી માતા-પિતા બન્યા છે. સૂર્યકુમાર યાદવની પત્ની દેવીશા શેટ્ટીએ દીકરીને જન્મ આપ્યો છે. દેવીશાએ દીકરીને જન્મ આપાત સૂર્યકુમાર 10 મે (રવિવાર)ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાનારી ઈંઙકની મેચમાંથી બહાર રહી શકે છે. સૂર્યકુમાર યાદવ ટીમ સાથે રાયપુર જવા માટે રવાના થયા નથી અને હાલ પરિવાર સાથે જ સમય વિતાવી રહ્યા છે. IPL 2026માં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા સૂર્યકુમાર યાદવ માટે આ ખૂબ જ ખાસ પળ છે. ગુરુવાર (7 મે)ના રોજ તેઓ પિતા બન્યા છે અને તેમના ઘરે દીકરીએ જન્મ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *