IPL 2026 સીઝનની અડધાથી વધારે મેચ પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે ટૂર્નામેન્ટમાં કેટલીક એવી બાબતો ધ્યાને આવી છે, જેનાથી બીસીસીઆઈની ચિંતા વધી ગઈ છે. એવામાં બોર્ડે ખેલાડીઓ અને માલિકો માટે એક સાત પેજની માર્ગદર્શિકા જાહેર કરી છે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, અનધિકૃત લોકો ટીમ બસ, હોટલો અને ડગ-આઉટ એરિયામાં ફરતા જોવા મળ્યાં છે. તેઓએ કહ્યું કે ખેલાડીઓ અને ટીમોના આચરણ સંબંધિત નિયમ 2008થી લાગૂ છે, પરંતુ આજકાલ લોકો તેને લઈને બેદરકાર થઈ રહ્યાં છે. એટલા માટે હવે કોઈપણ ઉલ્લંઘન પર ઢીલાશ રાખવામાં આવશે નહીં. આગામી શનિવારે યોજાનાર મિટિંગમાં તમામને આ એડવાઇઝરીના મહત્વ વિશે સમજાવવામાં આવશે.
BCCIએ ચેતવણી આપી છે કે હાઈ-પ્રોફાઈલ ખેલાડીઓને નિશાન બનાવીને તેમને હની-ટ્રેપમાં ફસાવવામાં આવી શકે છે. આવું થવાથી ગંભીર કાનૂની આરોપો અને યૌન દુર્વ્યવહાર જેવા કેસ ઊભા થઈ શકે છે. ટીમોને દરેક સમયે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ટીમ મેનેજરની લેખિત મંજૂરી વિના કોઈપણ બહારનો વ્યક્તિ ખેલાડી કે સ્ટાફના રૂૂમમાં જઈ શકશે નહીં. મહેમાનોને માત્ર હોટલની લોબી કે પબ્લિક એરિયામાં જ મળી શકાય છે.
ઇઈઈઈંએ જોયું છે કે કેટલાક ખેલાડીઓ સુરક્ષા અધિકારીઓ (SLO/TIO)ને જાણ કર્યા વિના હોટલની બહાર જાય છે. હવે હોટલની બહાર જવા માટે સુરક્ષા અધિકારી પાસેથી મંજૂરી લેવી ફરજિયાત છે. ખેલાડી ક્યાં જાય છે, તેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે. કેટલાક ખેલાડીઓ પોતાનું આઈડી કાર્ડ બતાવવામાં આળસ કરે છે.BCCIએ આ બાબતે કડક નિયમ બનાવ્યો છે કે ખેલાડીઓએ સ્ટેડિયમ, હોટલ અને પ્રેક્ટિસ દરમિયાન આઈડી કાર્ડ હંમેશા ગળામાં પહેરેલું હોવું જોઈએ.મેચ દરમિયાન ટીમ માલિકોએ ખેલાડીઓથી અંતર જાળવવું પડશે. માલિકો મેચ દરમિયાન ડગઆઉટ કે ડ્રેસિંગ રૂૂમમાં જઈને ખેલાડીઓ સાથે વાતચીત કરી શકશે નહીં કે તેમને ગળે લગાવી શકશે નહીં. આવું કરવું મેચની શિસ્તનું ઉલ્લંઘન ગણાશે.
