દુબઇમાં છે તેવું રોમાંચક પ્લેનેટોરિયમ બનાવવાનો નિર્ણય, પીપીપી ધોરણે યોજના સાકાર થશે
અવકાશી વિશ્વમાં જે રીતે ઉલ્કાપાત થતો હોય, તારા ખરતા હોય, આસપાસમાંથી ઉપગ્રહ પસાર થતા હોય, ચંદ્ર અને મંગળની ધરતી પર ઝિરો ગ્રેવીટી વચ્ચે પગપાળા સફર કરતા હોય તેવા અનેક રોમાંચક અનુભવ થશે
રાજકોટના રેસકોર્સ સંકુલમાં વર્ષો પહેલા જ્યારે પ્લેનેટોરિયમ બન્યુ હતુ ત્યારે તેણે એક અલગ જ આકર્ષણ જગાવ્યુ હતુ. ખાસ કરીને વિદ્યાર્થીઓને અવકાશી જ્ઞાન મેળવવા માટે શાળા-કોલેજોનો નિયમિત પ્રવાસ થતા હતા. રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રભરમાંથી વિદ્યાર્થીઓને અહીં ખગોળિય જ્ઞાન આપવા લઇ આવવામા આવતા હતા. જો કે પછી આ પ્લેનેટોરિયમ સંચાલન માટે ખાનગી સંસ્થાને આપી દેવાયુ હતુ. હાલ પ્લેનેટોરિયમની હાલત પહેલા જેવી નથી રહી. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આ પ્લેનેટોરિયમને અત્યાધુનિક બનાવવાનો નિર્ણય લીધો છે. દુબઇમાં જે રીતે અવકાશી સફરનો હુબહુ અનુભવ થાય તેવી ટેકનોલોજી સાથે નવુ પ્લેનેટોરિયમ બનાવવામા આવશે.
આજુબાજમાંથી ખરતા તારા પસાર થતા હોય, ચંદ્ર અને મંગળની ધરતી પર વીહાર કરતા હોય, અવકાશયાનમાં બેસીને ઝિરો ગ્રેવીટીનો વેવ્સ સ્પર્શ થતો હોય, ફરતેય તારા મંડળોની ચમકદમક હોય એવા તો અનેક રોમાંચક અનુભવ આ નવા પ્લેનેટોરિયમમાં થશે. રાજકોટવાસીઓનો જીવ કહી શકાય તેવા સમગ્ર રેસકોર્સ સંકુલને વધુ રળિયામણુ બનાવવા માટે ધરખમ ફેરફાર કરવાના અનેક પ્રોજેક્ટ થવા જઇ રહ્યા છે. એ પૈકી એક પ્રોજેક્ટ છે પ્લેનેટોરિયમની કાયાપલટ. વિશ્વના દુબઇ, જાપાન, સિંગોપોર જેવા દેશમાં બનેલા પ્લેનેટોરિયમનો રોમાંચક અનુભવ રાજકોટવાસીઓને ઘરઆંગણે થઇ શકે તેવા નવા રંગરૂૂપ સાથે આ પ્લેનેટોરિયમ બનવા જઇ રહ્યુ છે.
હયાત પ્લેનેટોરિયમને પાયેથી જ ભાંગતોડ કરીને નવી જ ડિઝાઇન સાથે બનાવવામા આવશે. અવકાશી વિશ્વમાં જે રીતે ઉલ્કાપાત થતો હોય, તારા ખરતા હોય, આસપાસમાંથી ઉપગ્રહ પસાર થતા હોય, ચંદ્ર અને મંગળની ધરતી પર ઝિરો ગ્રેવીટી વચ્ચે પગપાળા સફર કરતા હોય તેવા અનેક પ્રકારના રોમાંચક અનુભવ રાજકોટવાસીઓ આ નવા પ્લેનેટોરિયમમાં કરી શકશે.
પીપીપી ધોરણે બનશે પ્રોજેક્ટ, ટિકિટની આવકનો ચોક્કસ હિસ્સો એજન્સીને અપાશે
નવો આધુનિક પ્લેનેટોરિયમ પ્રોજેક્ટ પીપીપી(પબ્લિક પ્રાઇવેટ પાર્ટનીરશીપ)ના ધોરણે બનાવવાનું મનપાએ નક્કી કર્યુ છે. પ્રોજેક્ટના બાંધકામ અને ટેકનોલોજી ફીટ કરવાનો તમામ ખર્ચ પ્રાઇવેટ એજન્સી કરશે. તેની સામે ટિકિટની જે આવક થાય તેમાથી 80 ટકા હિસ્સો આ એજન્સીનો રહેશે. કરારમાં જે રીતે નક્કી થાય એ રીતે અમુક વર્ષ બાદ આ પ્લેનેટોરિયમની સંપુર્ણ માલિકી મનપાની બની જશે.
સમગ્ર રેસકોર્સ સંકુલને વધુ રળિયામણુ બનાવવાની બ્લુ પ્રિન્ટ તૈયાર
રેસકોર્સ સંકુલની કાયાપલટ કરતા વધુ રળિયામણા પ્રોજેક્ટ બનાવવા માટે મનપાએ નક્કી કર્યુ છે. સંકુલમાં ક્યા પ્રકારના ફેરફાર કરવા? સ્પોટર્સ ઇવેન્ટ માટે નવી કઇ કઇ રમતો માટે પ્લેટફોર્મ પુરુ પારી શકાય તેમ છે? આ ઉપરાંત હરવા ફરવા માટે પર્યટન સ્થળ તરીકે હજુ પણ વધુમાં વધુ આકર્ષક કઇ રીતે બનાવી શકાય? તેનો સંપુર્ણ અભ્યાસ કરાયા બાદ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવામા આવી છે. આ તમામ પ્રોજેક્ટના ટેન્ડરો ટુંક સમયમાં જ વરા ફરતી બહાર પાડવા માટેની પ્રક્રિયા પણ ચાલુ થઇ ચુકી હોવાનું મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ.
