કોડીનાર કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોની ગેરકાયદે અટકાયત: પોલીસ સામે ગંભીર આક્ષેપો

કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા સભ્યોને દેવભૂમિ દ્વારકા ની એક હોટલમાંથી ગત બે તારીખે રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે અટકાયત કરીને પોલીસ કસ્ટડીમા ગોધી રાખી…

કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા સભ્યોને દેવભૂમિ દ્વારકા ની એક હોટલમાંથી ગત બે તારીખે રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે અટકાયત કરીને પોલીસ કસ્ટડીમા ગોધી રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ આ તમામ ચૂંટાયેલા સભ્યોના વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત ના ડી.જી.પી સમક્ષ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ ફરિયાદમાં દેવભૂમિ દ્વારકાના રેન્જ આઈ.જી.જિલ્લા પોલીસવડા, પી.આઈ. એલ.સી.બી.તથા એસ.ઓજીના પી.આઈ.સહિત 100 થી વધુ પોલીસ કર્મચારી સામે ફરિયાદ દાખલ કરતા ચકચાર જાગી છે તેમજ આ કોંગ્રેસના તમામ સભ્યો તાલુકા પંચાયતની રચના વખતે પહેલી બેઠકમાં હાજર રહે ત્યારે પોલીસની મદદથી રાજ્કીય હિસાનો ભોગ બને તેવા ભયથી તમામ સભ્યોએ એસઆરપી પોલીસ નું રક્ષણ મેળવવા માંગણી કરી છે કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા સભ્યોએ ડી.જી.પી સમક્ષ કરેલી ફરિયાદની વિગત એવી છે કે કોડીનાર તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 24 સભ્યોમાંથી 12 સભ્યો કોંગ્રેસના અને 11 સભ્યો ભાજપના ચૂંટાયા હતા. એક બેઠક અપક્ષને ફાળે ગઈ હતી આમ ત્રણ દાયકા પછી કોડીનાર તાલુકા પંચાયત ભાજપના હાથમાંથી જતી અટકાવવા માટે ભાજપના સ્થાનિક નેતાઓએ એડી ચોટીનું જોર લગાવવાનું ચાલુ કર્યું હતું તેમજ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને તથા તેમના પરિવારજનોને ફોન કરીને ભાજપને ટેકો આપવા માટે પ્રમુખ પદ સહિતની લાખો રૂૂપિયાની ઓફરો કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અરજદારના વકીલ આનંદ યાજ્ઞિકે ડીજીપી માં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા સભ્યો પોતાની માનતા પૂરી કરવા દ્વારકાધીશના દર્શને ગયા હતા જ્યાં ધજા ચડાવવાનો વારો મોડો આવતા મીઠાપુર રોડ ઉપર આવેલ હોટલ દ્વારકેશ માં રોકાયા હતા એ દરમિયાન ગત તારીખ 2 ના રોજ હોટલ ઉપર રાત્રિના સમયે નંબર વગરની બે કાર આવી હતી તેમાંથી કેટલાક લોકો ઉતરીને રિસેપ્શનમાં પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે વધુ બે મોટરસાયકલ ઉપર શખ્સો આવ્યા હતા. દશ-પંદર મિનિટ પછી 15 થી 17 જેટલી બોલેરો ગાડીમાં 100 ઉપરાંત જેટલા પોલીસના લોકો આવ્યા હતા. જેમાં 15 થી વધુ લોકો પાસે સર્વિસ રિવોલ્વર હતી આ તમામને ગેસ્ટ હાઉસની માસ્ટર કી થી અમારા રૂૂમના દરવાજા ખોલી દરેક વ્યક્તિના બળજબરીથી મોબાઇલ ફોન લઈ લીધા હતા ત્યારે અમે બધા અવાચક બની ગયા હતા.

આ તમામ સભ્યોને રૂૂમની બહાર કાઢ્યા હતા અને પૂછપરછ કરી હતી કે ક્યાંથી આવો છો? શા માટે આવ્યા છે? કોણ લાવ્યું છે? પ્રવાસનું આયોજન કોણે કર્યું? હોટલ કોણે બુક કરી? વગેરે પ્રશ્નોથી પ્રથમ ગભરાયેલા સભ્યોને ખબર પડી કે ભાજપના ઈસારે પોલીસ નાટક કરી રહી હોવાનો ખ્યાલ આવ્યો હતો એટલે આ તમામ સભ્યોએ પોલીસને પૂછ્યું કે અમારી અટકાયત કેમ કરી ? એવી પૂછપરછ કરતા જવાબ મળ્યો હતો કે અમને ઉપરથી સૂચના છે તમે ભાજપને ટેકો આપશો તો ધનવાન અને બળવાન બની જશો આમ અમોને ખબર પડી ગઈ કે ભાજપના ઉચ્ચ નેતાઓના ઇશારે દ્વારકા પોલીસ ભાડૂતી ગુનેગારની ભૂમિકા ભજવી રહ્યા છે બાદમાં વહેલી સવારે બધાને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

આ સભ્યો સાથે રહેલા કોડીનાર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પીન્ટુભાઇ બારડ તથા મીત્યાજ ગામના ચૂંટાયેલા મહિલાના પતિ સુરપાલભાઇ બારડની દ્વારકા પીએ એ અટકાયત કરી હતી જેમને પણ સવારે મુક્ત કરી દીધા હતા આ ઉપરાંત મૂળ કોડીનારના અને દ્વારકા ખાતે રહેતા જાણીતા ઉદ્યોગપતિ મનોજભાઈ મોરીની પણ પોલીસે અટકાયત કરી હતી અને તેનો કોડીનાર પોલીસને કબજો આપ્યો હતો જ્યાં તેની સાંજ સુધી પૂછપરછ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા મનોજભાઈ મોરીની અટકાયતી થી કારડીયા રાજપૂત સમાજ સહિત સર્વ સમાજના લોકોમાં ભારોભાર રોષ ફેલાયો હતો અને વિશાળ સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનને પણ ઘસી ગયા હતા ત્યારે કોડીનાર પોલીસ સ્ટેશન પણ પોલીસ છાવણી માં ફેરવાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *