મોરબીમાં હિંસક ડાઘિયાઓનો એક જ દિવસમાં 15 લોકોને બટકા તોડ્યા

મોરબીમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે મહાપાલિકા ટીમ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતું હોય છે જોકે હજુ પણ શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી…

મોરબીમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે મહાપાલિકા ટીમ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતું હોય છે જોકે હજુ પણ શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી તંત્ર 100 ટકા મુક્ત કરી શક્યું નથી તો રખડતા ઢોર ઉપરાંત શ્વાનનો આતંક પણ છાશવારે જોવા મળી રહ્યો છે.

એક જ દિવસમાં વૃધ્ધો અને મહિલા સહીત 12 થી વધુ નાગરિકોને કુતરાએ બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતા.મોરબી શહેરના શનાળા રોડ, સરદાર બાગ વિસ્તાર, રાજનગર, ધર્મવિજય સોસાયટી, વાવડી રોડ, પંચાસર રોડ સહિતના વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 12 થી વધુ લોકોને કુતરાએ બચકા ભરી લોહીલુહાણ કરી નાખતા સિવિલ હોસ્પિટલ સારવાર લેવા માટે દોડી આવ્યા હતા.

શ્વાનના આતંકનો ભોગ બનેલા દર્દીઓની વાત કરીએ તો 73 વર્ષીય દેવેન્દ્રભાઈ છગનભાઈ, 33 વર્ષના કૌશિક ભાણજીભાઈ, 22 વર્ષીય ઈશીતાબેન અતુલભાઈ, 62 વર્ષીય દમયંતીબેન જયેશભાઈ, 48 વર્ષના અનિલભાઈ ક્રિપાલદાસ, 77 વર્ષના શ્રવણ ધવલભાઈ, 35 વર્ષના રાધેશ્યામભાઈ, 25 વર્ષના પુજાબેન અશોકભાઈ, 40 વર્ષીય દિપ્તીબેન મનીષભાઈ, 74 વર્ષના રાહી જયેશભાઈ, 19 વર્ષના હ્ર્નીશાબેન હરજીવનભાઈ અને 65 વર્ષના રમેશભાઈ કુંવરજીભાઈ સહિતનાને શ્વાને બચકા ભર્યા હતા.

એક જ દિવસમાં ખાલી સિવિલ હોસ્પીટલમાં 12 થી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા છે અને શ્વાનનો આતંક કેટલો છે તે સમજી સકાય છે પરંતુ નીમ્ભર તંત્ર કોઈ પગલા ભરતું નથી તે પણ હકીકત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *