રૈયાધારમાં માતાના વિરહમાં મૂકબધીર પુત્રએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

શહેરમાં રૈયાધાર સ્લમ કવાર્ટર મફતીયાપરામાં રહેતાં મુકબધીર યુવાને માતાના વિરહમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બે મહિનામાં એક જ પરિવારમાંથી બે અર્થી ઉઠતાં પરિવારમાં…

શહેરમાં રૈયાધાર સ્લમ કવાર્ટર મફતીયાપરામાં રહેતાં મુકબધીર યુવાને માતાના વિરહમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બે મહિનામાં એક જ પરિવારમાંથી બે અર્થી ઉઠતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રૈયાધાર સ્લમ કવાર્ટર મફતીયાપરામાં શાંતિનગર ગેઈટ સામે રહેતાં વિશાલ મુળજીભાઈ વરણ નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે એેંગલમાં ટુવાલ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક વિશાલ વરણ બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. વિશાલ વરણ અને તેના પિતા મુળજીભાઈ વરણ બન્ને મુુકબધીર હતાં અને બન્ને કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. વિશાલ વરણની માતાને બે માસ પૂર્વે જ અવસાન થયું હતું. જેથી માતાના વિરહમાં વિશાલ વરણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *