નિંગાળામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર કાર ચડાવી હત્યા

રાજુલાના નીંગાળા-1 ગામે નેશનલ હાઇવે-51 ઉપર પેટ્રોલપંપ સામે એક ગંભીર બનાવ બન્યો હતો. જેમાં પ્રેમસંબંધને લઈને 9 શખ્સોએ યુવકનું અપહરણ કરી માર માર્યો હતો. યુવકની…

રાજુલાના નીંગાળા-1 ગામે નેશનલ હાઇવે-51 ઉપર પેટ્રોલપંપ સામે એક ગંભીર બનાવ બન્યો હતો. જેમાં પ્રેમસંબંધને લઈને 9 શખ્સોએ યુવકનું અપહરણ કરી માર માર્યો હતો. યુવકની માતા વચ્ચે પડતા આ શખ્સોએ કાર માથે ચડાવી હત્યા નિપજાવી હતી.રાજુલાના નીંગાળા-1 ગામે રહેતા ભાવેશભાઇ ભગવાનભાઇ ભીલ (ઉં.વ.25)ને તેની પત્નીની માસીની દીકરી કૈલાસ સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધ કૈલાસના પરિવારને ન ગમતા તણાવ સર્જાયો હતો.

કૈલાસ પોતાના ઘરેથી રાજુલા આવવા નીકળતા ભાવેશભાઇ અને તેમની માતા જીતુબેન તેને મળવા જતાં હતાં. તે દરમિયાન રાજકોટનો યોગેશ મકવાણા, મહુવાનો રોહિત મકવાણા અને મહેશ સોલંકી સહિત કુલ 9 શખ્સોએ એકસંપ થઈ કારમાં આવી ભાવેશભાઇ અને તેમની માતાને રસ્તામાં રોકી આડેધડ મારકૂટ કરી હતી. બાદમાં ભાવેશભાઇને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. જ્યારે તેમની માતા જીતુબેનને રસ્તા પર ધકેલી દેતા કાર ચલાવનાર યોગેશે ગાડી ચડાવી દેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થળ પર જ જીતુબેનનું મોત નિપજ્યું હતું.અપહરણ બાદ આ શખ્સોએ ભાવેશભાઇને ખરેડ ગામના ખારામાં લઈ ગયા હતા.

જ્યા તેમને પટ્ટા, લોખંડના સળીયા અને લાત-ઘૂસાથી નિર્દયી રીતે માર મારી ગંભીર ઇજાગ્રસ્ત કરી હતી. આ ઉપરાંત કૈલાસ નહીં મળે તો તને મારી તળાવમાં ફેંકી દઈશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ભાવેશભાઇને મહુવા ખાતે ભવાનીનગર વિસ્તારમાં આવેલા હિતેશ નામના શખ્સના ઘરે લઈ જઈ ફરી માર મારવાના આવ્યો હતો.રાજુલા તાલુકાના નીંગાળા-1 ગામે થયેલી હત્યાની ઘટનામાં એલસીબીએ જ્યોતિબેન યોગેશભાઈ મકવાણા, જાનુબેન બટુકભાઈ મકવાણા અને કાજલબેન બટુકભાઈ મકવાણા નામની ત્રણ મહિલાઓ અને યોગેશ બાબુભાઈ મકવાણા (ઉ.વ.37) રહે. ગ્રીનલેન્ડ ચોકડી, નવા ગામ, રાજકોટ, રોહિત બટુકભાઈ મકવાણા (ઉ.વ.23) રહે. મહુવા, જિ. ભાવનગર, હિતેશ બટુકભાઈ મકવાણા (ઉ.વ.27) રહે. મહુવા, ભાવનીનગર અને મહેશ ભાયાભાઈ સોલંકી (ઉ.વ.23) રહે. માઢીયા, પ્લોટ વિસ્તાર, તા. મહુવા સહિત સાતેય શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *