ભુજમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી 9 લાખની ચોરી

ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સનાં ઘર અને લોકરની ડુપ્લીકેટ ચાવી બનાવી તેમની એજન્સીના એકાઉન્ટન્ટે રૂૂા. નવ લાખ રોકડાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે…

ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સનાં ઘર અને લોકરની ડુપ્લીકેટ ચાવી બનાવી તેમની એજન્સીના એકાઉન્ટન્ટે રૂૂા. નવ લાખ રોકડાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે અગાઉ અપાયેલી અરજીના અનુસંધાને આજે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી બબલુકુમાર કિશનપ્રસાદ શાહ (રહે. ઓધવરામ સોસાયટી, કોડકી રોડ, ભુજ) શ્રી નરનારાયણ સિક્યોરિટી એજન્સી ચલાવે છે. તેની એજન્સીમાં 35 જેટલા સિક્યોરિટી ગાર્ડ કામ કરે છે અને એકાઉન્ટન્ટ તરીકે દીપકકુમાર અશોકકુમાર યાદવ (બિહાર) કામ કરતો હતો. ઘણી વખત કામસર તે ફરિયાદીનાં ઘરે આવ-જા કરતો હતો.

દીપકને વતન બિહાર જવાનું હોઇ તા. 9/12/25ની ટ્રેનની ટિકિટ બૂક કરાવી હતી, પરંતુ તે ટિકિટ કેન્સલ કરાવી વહેલો જ જતો રહ્યો હતો. તા. 10/12/25ના સિક્યોરિટી ગાર્ડને પગાર ચૂકવવાનો હોવાથી ફરિયાદીએ તા. 9/12નાં ઘરની તિજોરીનું લોકર ખોલતાં નવ લાખ રૂૂપિયા ગુમ હતા. આ નાણાં અંગે ફરિયાદીએ દીપકકુમારને ફોન કરતાં કોઇ સરખા જવાબ આપ્યા ન હતા. આ બાદ તેમના મિત્રે ફરિયાદીને જણાવ્યું કે, દીપકે સરદારજી પાસેથી તમારાં ઘરની અને ઓફિસની ડુપ્લીકેટ ચાવીઓ બનાવી હતી અને ઘરે જતા સમયે તેની પાસે મેં આશરે બે લાખ જેટલા રોકડા રૂૂપિયા જોયા હતા. આ બાદ ફરિયાદીએ દીપકના પિતાનો સંપર્ક કરતાં ખોટા આશ્વાસન આપી જણાવ્યું કે, તમારા રૂૂપિયા પરત આપી દેશું, પરંતુ આજ દિન સુધી નાણાં પરત ન મળતાં ફરિયાદીએ આરોપી દીપકકુમાર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *