અબડાસાના સાગરકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા

જખૌ મરીન પોલીસે તપાસ શરૂ કરી અબડાસાના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસનો મોટો જથ્થો મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. જખૌ મરીન પોલીસના જવાનો…

જખૌ મરીન પોલીસે તપાસ શરૂ કરી

અબડાસાના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસનો મોટો જથ્થો મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. જખૌ મરીન પોલીસના જવાનો ખિદરત ટાપુ નજીક પેટ્રાલિંગ કરી રહ્યા હતા, ત્યારે ટાપુના કાંઠે તણાઈ આવેલાં ચરસનાં 10 જેટલા બિનવારસુ પેકેટો મળી આવ્યાં હતાં. પોલીસે આ તમામ પેકેટો કબજે કરી જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાં છે અને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પવનની દિશા અને દરિયાઈ વાતાવરણમાં ફેરફાર થતાં ચરસની નવી સિઝન શરૂૂ થઈ ચૂકી છે. ભૂતકાળમાં પણ આ જ રીતે દરિયાકાંઠેથી ચરસના પેકેટો મળી આવવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં પણ વિવિધ દરિયાકાંઠેથી ચરસનાં પેકેટો મળી આવવાનો સિલસિલો ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *