RTE: ખાનગી શાળાઓ સરકારે ફાળવેલા છાત્રો રોકી શકે નહીં

તાત્કાલિક પ્રવેશ આપવો ફરજિયાત, કારણકે આ રાષ્ટ્રીય મિશન છે: આકરા પાણીએ સુપ્રીમ સુપ્રીમ કોર્ટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ફરજિયાત પ્રવેશના નિયમને કાયદેસર અને…

તાત્કાલિક પ્રવેશ આપવો ફરજિયાત, કારણકે આ રાષ્ટ્રીય મિશન છે: આકરા પાણીએ સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ફરજિયાત પ્રવેશના નિયમને કાયદેસર અને બંધારણીય ગણાવીને તેને રાષ્ટ્રીય મિશન ગણાવ્યું છે. આકાશવાણીના અહેવાલ મુજબ, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પડોશની શાળાઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા વિદ્યાર્થીઓને કોઈપણ જાતના વિલંબ વિના ફરજિયાત પ્રવેશ આપવો જ પડશે.

જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે જણાવ્યું હતું કે અનુચ્છેદ 21એ હેઠળ શિક્ષણ એ પ્રત્યેક બાળકનો મૂળભૂત અધિકાર છે. કોર્ટે આવા વિદ્યાર્થીઓના પ્રવેશને સુનિશ્ચિત કરવાના કાર્યને એક રાષ્ટ્રીય મિશન તરીકે ઓળખાવ્યું છે.

કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પડોશમાં આવેલી તમામ શાળાઓ, જેમાં કોઈપણ સરકારી સહાય ન મેળવતી ખાનગી શાળાઓનો પણ સમાવેશ થાય છે, તેઓ આરટીઇ અંતર્ગત કાયદાકીય રીતે બંધાયેલા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું લિસ્ટ મોકલવામાં આવે, ત્યારે શાળાઓએ તેમને તાત્કાલિક પ્રવેશ આપવો પડશે.
જો શાળાઓ આમ કરવામાં આનાકાની કરશે તો તે શિક્ષણના મૂળભૂત અધિકારનું હનન ગણાશે. આ કાયદા હેઠળ વર્ગની કુલ ક્ષમતાના 25 ટકા બાળકોને પ્રવેશ આપવો કાયદાકીય ફરજ છે.

આ ઐતિહાસિક ચુકાદાની વ્યાપક અસર જોવા મળી રહી છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપરાંત અન્ય અંગ્રેજી, હિન્દી, ઉર્દુ તથા ગુજરાતી અખબારોમાં અને વિવિધ ટીવી ન્યૂઝ ચેનલોમાં આ સમાચાર અગ્રતાક્રમે દર્શાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શિક્ષણવિદો, વાલીઓ અને સામાન્ય નાગરિકો આ નિર્ણયને ખુલ્લા મને આવકારી રહ્યા છે અને તેને સામાજિક સમાનતા તરફનું એક મોટું કદમ ગણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *