ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું

નગરપાલીકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.અને ગત ચુંટણીની માફક તમામ 44 બેઠકો પર ભાજપ નું કમળ ખિલ્યુ છે.ચુંટણીઓ પુર્વે નગરપાલિકાની 20 બેઠકો બીનહરીફ થઈ હતી.જેમા વોર્ડ…

નગરપાલીકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.અને ગત ચુંટણીની માફક તમામ 44 બેઠકો પર ભાજપ નું કમળ ખિલ્યુ છે.ચુંટણીઓ પુર્વે નગરપાલિકાની 20 બેઠકો બીનહરીફ થઈ હતી.જેમા વોર્ડ નંબર-1 રાજેન્દ્રસિંહ જાડેજા,ગૌતમભાઇ સિંધવ, મયુરીબેન આચાર્ય, દિપાલીબેન વાડોદરીયા, વોર્ડ નંબર- 2 હર્ષદભાઈ વાઘેલા, વોર્ડ નંબર-7 મનિષાબેન ગોવાણી,પાયલબેન પીપળીયા, વોર્ડ નંબર-9 મિતલબેન ધાનાણી,બીનાબેન રોકડ, દિનેશભાઈ ઉમરાણીયા,અશ્વિનભાઈ પાંચાણી, વોર્ડ નંબર-11આરતીબેન ટોળીયા,કોમલબેન જરેર, જગદીશભાઈ રામાણી તથા નિલેશભાઈ કાપડીયા નો સમાવેશ થાય છે. જ્યારે 24 બેઠકો ઉપર યોજાયેલી ચુંટણી માં ભાજપ નાં ઉમેદવાર વિજયી બન્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ બુટાણી ની વોર્ડ નંબર-10 માં હાર થઇ છે.અગાઉ તેમણે બે ચુંટણીમાં પણ હાર ખમી છે. એજ રીતે કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ પાતર વોર્ડ નંબર-4 માં પરાજીત થયા છે. આમ આદમી પાર્ટી દ્વારા 44 બેઠકો પૈકી માત્ર બે જ ઉમેદવાર ઉભા રખાયા હતા. વોર્ડ નંબર-3 માં રતિલાલ લુણાગરીયા-350 તથા યુસુફભાઇ કાદરી-318 મત મળતા બન્ને ની હાર થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *