એક જિલ્લા અને 12 તાલુકા પંચાયતો પર ‘આપ’નો ઉદય

ગ્રામિણ વિસ્તારમાં ‘આપ’ની મજબૂત પકડથી નવા રાજકીય સમીકરણો રચાશે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ફેરફારનો સંકેત આપ્યો છે. અત્યાર સુધી…

ગ્રામિણ વિસ્તારમાં ‘આપ’ની મજબૂત પકડથી નવા રાજકીય સમીકરણો રચાશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ફેરફારનો સંકેત આપ્યો છે. અત્યાર સુધી મુખ્યત્વે શહેરોમાં સીમિત ગણાતી આમ આદમી પાર્ટી (અઅઙ)એ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પ્રજાના સહકાર સાથે પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કરીને એક જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયત પર કબજો મેળવ્યો છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં ઐતિહાસિક પ્રદર્શન કરીને નવો ઈતિહાસ રચ્યો છે, જેમાં પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત સહિત 12 તાલુકા પંચાયત પર કબ્જો જમાવ્યો છે. આ જીતમાં સૌથી ખાસ નર્મદા જિલ્લા પંચાયત પર અઅઙનો કબ્જો છે. આ વિસ્તાર આદિવાસી બહુલ હોવાને કારણે રાજકીય રીતે ખૂબ જ મહત્વનો ગણાય છે. અહીં મળેલી સફળતા દર્શાવે છે કે પાર્ટી હવે સમાજના વિવિધ વર્ગોમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.

અઅઙએ ડેડીયાપાડા, ચિકદા, ગરુડેશ્વર, વાલીયા, બગસરા, લાલપુર, જુનાગઢ, પોશીના, વિસાવદર, સાગબારા, છોટાઉદેપુર અને કવાંટ જેવી તાલુકા પંચાયતોમાં જીત મેળવી છે. આ વિસ્તારોમાં જીત પાર્ટી માટે માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે.ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પાર્ટીનું વધતું પ્રભાવ પરંપરાગત રાજકીય સમીકરણોને બદલવાની ક્ષમતા ધરાવે છે.

આ જીત સાથે અઅઙએ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે તે હવે માત્ર એક પાર્ટી નથી, પરંતુ રાજ્યની રાજનીતિમાં એક સશક્ત પાર્ટી તરીકે ઉભરી રહી છે. આવનારા સમયમાં આ પરિણામો રાજ્યની મોટી ચૂંટણીઓ પર કેવી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.

AAPએ જીતેલી 12 તાલુકા પંચાયત નીચે મુજબ છે
1. ડેડીયાપાડા, 2. ચિકદા, 3. ગરુડેશ્વર, 4. વાલીયા, 5. બગસરા, 6. લાલપુર, 7. જુનાગઢ, 8. પોશીના, 9. વિસાવદર, 10. સાગબારા, 11. છોટાઉદેપુર, 12. કવાંટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *