કોર્પોરેશનની છ સ્થળે, જિલ્લા અને તાલુકા પંચાયતોની 11 સ્થળે મતગણના
રાજ્ય ચૂંટણી આયોગે જારી કરેલા કાર્યક્રમ મુજબ, આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં થયેલા મતદાનની મત ગણતરી હાથ ધરાઇ છે.
ચૂંટણી શાખા તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગર પાલિકાના નિર્ધારિત છ કાઉન્ટિંગ સેન્ટર પર સવારે 9 કલાકથી મત ગણતરીનો પ્રારંભ થયો છે. (1) વોર્ડ નંબર 1થી 3ની ગણતરી પાંધી લો કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ કમ્પાઉન્ડ, (2) વોર્ડ નંબર 4થી 6ની ગણતરી એ.એસ.ચૌધરી હાઇસ્કૂલ, (3) વોર્ડ નંબર 7થી 9ની ગણતરી એસ.વી.વિરાણી હાઈસ્કૂલ, ટાગોર રોડ (4) વોર્ડ નંબર 10થી 12ની મત ગણતરી એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, હેમુ ગઢવી હોલની સામે, (5) વોર્ડ નંબર 13થી 15ની ગણતરી અમૃતચંદ વીરચંદ જસાણી સ્કૂલ, પી.ડી.એમ. ફાટક પાસે, (6) વોર્ડ નંબર 16થી 18 ગણતરી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, રાજકોટ ખાતે શરૂ થઇ છે.
જ્યારે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની વિવિધ બેઠકો તથા જિલ્લા પંચાયતની 36 બેઠકોની મત ગણતરી નિર્ધારિત તાલુકા મથકોએ હાથ ધરાશે. જેમાં (1) રાજકોટ તાલુકામાં સરકારી પોલીટેકનીક કોલેજ ભાવનગર રોડ ખાતે (2) કોટડા સાંગાણી, (3) લોધિકા, (4) પડધરી – આ ત્રણેય તાલુકાની મત ગણતરી કવિ દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. (5) ગોંડલ તાલુકામાં સેન્ટ મેરી સ્કૂલ (ગુંદાળા રોડ) સેન્ટર ખાતે (6) જેતપુર તાલુકા માટે સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કૂલ (નવાગઢ) ખાતે કેન્દ્ર ખાતે (7) ધોરાજી (8) જામકંડોરણા – આ બંને તાલુકાની મત ગણતરી નવી ભગવતસિંહજી હાઇસ્કૂલ (સ્ટેશન રોડ, ધોરાજી) ખાતે (9) ઉપલેટામાં ટાવરવાળી તાલુકા શાળા ખાતે (10) જસદણ માટે મોડેલ સ્કૂલ-જસદણ જ્યારે (11) વિંછીયા તાલુકા માટે તાલુકા સેવા સદન-વિંછીયા ખાતે કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.
(12) ગોંડલ નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શરૂ કરાઇ છે. આ દરમિયાન રાજકોટ મહાનગર પાલિકા તથા ગોંડલ નગરપાલિકાના ચૂંટણી નિરિક્ષક આલોકકુમાર પાંડે, જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશ તેમજ તાલુકા, જિલ્લા પંચાયતના ચૂંટણી નિરિક્ષક જી.વી. મિયાણી વિવિધ મત ગણતરી કેન્દ્રોની મુલાકાતે નીકળ્યા હતા.
