દ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

યાત્રાધામ દ્વારકામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના દુષણને ડામવા દ્વારકા પોલીસે સતર્કતા દાખવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા…

યાત્રાધામ દ્વારકામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના દુષણને ડામવા દ્વારકા પોલીસે સતર્કતા દાખવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા હાથ ધરાયેલ ઝુંબેશ અંતર્ગત દ્વારકા પોલીસે કીર્તિસ્તંભ વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

દ્વારકા ટાઉન વિસ્તારમાં રહેણાંક મકાનમાં નશીલા પદાર્થનું વેંચાણ કરાતુ હોવાની મળેલ બાતમીને આધારે દ્વારકા પોલીસની ટીમે કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ જીતેશભા માણેક (ઉ.વ.36)ના મકાનની તલાશી લેતાં તપાસ દરમ્યાન મકાનમાંથી 734 ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂૂા.36700ની કિંમતનો 734 ગ્રામ ગાંજો ઉપરાંત એક મોબાઈલ ફોન (કિંમત રૂૂા.5000) સહિત રૂૂા. 41,700 ના મુદ્દામાલ સાથે જાતે ફરીયાદી બની એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે અને આ નશીલો પદાર્થ કયાંથી લાવ્યો હતો અને આ કાળા કારોબારમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *