કિંગ કોહલીનો વધુ એક કિર્તીમાન, IPLમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2026 માં પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાવીને ઈતિહાસ રચ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2026 માં પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાવીને ઈતિહાસ રચ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં કોહલીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વિરાટ હવે IPL ના ઈતિહાસમાં 9000 રન પૂરા કરનાર દુનિયાનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની આ સિદ્ધિ એટલી મોટી છે કે હાલના સમયમાં અન્ય કોઈ ખેલાડીનું આ રેકોર્ડની નજીક પહોંચવું પણ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.

27 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી પોતાની 275 મી IPL મેચમાં કોહલીને 9000 રન પૂરા કરવા માટે માત્ર 11 રનની જરૂૂર હતી. છઈઇ ની ઈનિંગની છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર એક રન લઈને તેણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. કોહલીએ પોતાની IPL કરિયરમાં આ માઈલસ્ટોન સુધી પહોંચવા માટે કુલ 6732 બોલનો સામનો કર્યો છે. આ રેકોર્ડ સાબિત કરે છે કે શા માટે તેને ટી-20 ક્રિકેટનો સૌથી મહાન બેટ્સમેન માનવામાં આવે છે.

સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ (ટોપ 5)
વિરાટ કોહલી 9012 રન
રોહિત શર્મા 7183 રન
શિખર ધવન 6769 રન
ડેવિડ વોર્નર 6565 રન
કેએલ રાહુલ 5580 રન

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *