અમદાવાદની શાંગરી-લા 2 આર્કેડમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા અનેક વાહનો ભસ્મિભૂત

અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરી-લા 2 આર્કેડમાં અચાનક આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. આ ભીષણ આગના કારણે બિલ્ડિંગના પાર્કિંગમાં રહેલા…

અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરી-લા 2 આર્કેડમાં અચાનક આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. આ ભીષણ આગના કારણે બિલ્ડિંગના પાર્કિંગમાં રહેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, શાંગ્રી-લા 2 આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેંકના ATM પાસે આ આગ લાગી હતી. શરૂૂઆતમાં લાગેલી આ આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરતી ગઈ, અને થોડી જ વારમાં તે બહારના ભાગે આવેલા પાર્કિંગમાં તેમજ બિલ્ડિંગના ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

આગ વધુ ફેલાતા ગ્રાઉન્ડ ફ્લોરથી પ્રસરેલી આ આગ બિલ્ડિંગમાં આવેલા ’HR ફિટનેસ’ નામના જિમ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે જિમની અંદર અંદાજે 25 થી 30 જેટલા લોકો ફસાયેલા હતા, જેના કારણે ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને જિમમાં ફસાયેલા તમામ લોકોને સહી સલામત રીતે નીચે ઉતારી લીધા હતા. ફાયર વિભાગની ત્વરીત કામગીરીના કારણે અનેક લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, અને મોટી જાનહાનિ ટળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *