સાવરકુંડલામાં ભાજપ-કોંગી કાર્યકરો વચ્ચે મારામારી થતા પોલીસ મથકે ટોળા ઉમટયા

  સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની છેલ્લી કલાકે બબાલ થઈ હતી. સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા અને કોળી જ્ઞાતિ પ્રમુખ બટુકભાઈ ઉનાવા વચ્ચે વોર્ડ નંબર…

 

સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની છેલ્લી કલાકે બબાલ થઈ હતી. સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા અને કોળી જ્ઞાતિ પ્રમુખ બટુકભાઈ ઉનાવા વચ્ચે વોર્ડ નંબર 3ના બ્રાન્ચ શાળા આઝાદ ચોકમાં ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચકાયો હતો.

સાવરકુંડલામાં આખો દિવસ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલ્યું હતું પરંતુ મોડી સાંજે બબાલ સર્જાઈ હતી. અહીં કોળી જ્ઞાતિના પ્રમુખ બટુકભાઈ ઉનાવા કોંગ્રેસના ઉમેદવાર છે. વોર્ડ નંબર ત્રણના બુથમાં ભાજપ મહામંત્રી મત દેવા આવતા લોકોને ભાજપને મત દેવાનું કહેતા હોય આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બાદમાં ઝપાઝપી થઈ હતી. મારા મારી થતા મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. જ્યારે બટુકભાઈ પોલીસ મથકે હાજર થઈ ગયા હતા.

ઘટનાની જાણ કોળી સમાજના લોકોને થતા મોડી સાંજે 700થી વધુ લોકોનું ટોળું પોલીસ મથકે દોડ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત સહિતના કોંગ્રેસ આગેવાનોએ પણ પોલીસ મથકમાં ધામાં નાખ્યા છે અને ભાજપ મહામંત્રી સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *