જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 60.19 ટકા મતદાન

સૌથી વધુ મતદાન બેડલા બેઠક પર 75. 30 ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન દડવી બેઠકમાં 47.28 ટકા નોંધાયું   મહાનગરપાલિકાની સાપેક્ષમાં જિલ્લા પંચાયત રાજકોટની જો…

સૌથી વધુ મતદાન બેડલા બેઠક પર 75. 30 ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન દડવી બેઠકમાં 47.28 ટકા નોંધાયું

 

મહાનગરપાલિકાની સાપેક્ષમાં જિલ્લા પંચાયત રાજકોટની જો વાત કરવામાં આવે તો 60.19% મતદાન નોંધાયું તો સમગ્ર રાજ્યની જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો કુલ મતદાનની ટકાવારી 66.62 ટકાએ જોવા મળી છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરની વાત કરવામાં આવે તો કુલ 60.19 ટકા મતદાન નોંધાયું છે જેમાં 53.58 ટકા પુરુષ તથા 63.55 ટકા મહિલાઓ એ પોતાના મતઅધિકારનો ઉપયોગ કર્યો હતો. મળતી માહિતી મુજબ સૌથી વધુ મતદાન બેડલા બેઠક પર 75. 31 ટકા નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન દડવી બેઠક ઉપર 47.28% મતદાન નોંધાયું.

સમગ્ર ચૂંટણી દરમિયાન 36 બેઠકોમાંથી એક બેઠક એટલે કે શિવરાજગઢમાં બેલેટ યુનિટ ક્ષતિગ્રસ્ત થયું હતું જ્યારે કંટ્રોલ યુનિટ ની વાત કરવામાં આવે તો બેડી, બેડલા બેઠક પર બગડીયા હતા જેને તાકીદે રિપ્લેસ કરવામાં આવ્યા હતા અને મતદાનની પ્રક્રિયા સુચારુ રૂૂપથી આગળ વધી હતી. 36 બેઠકોની વાત કરવામાં આવે તો કુલ મતદારો 9.56 લાખ નોંધાયા છે જેમાંથી 5.64 લાખ મતદારોએ મતદાન કરી ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કર્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે કુલ 109 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જેમાંથી કુલ આઠ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચ્યા હતા.અગાઉ 43 ઉમેદવારોના ફોર્મ ચકાસણી વખતે રદ થયા હતા. 109માંથી સૌથી વધુ 36 ઉમેદવારો ભાજપના છે જ્યારે કોંગ્રેસના 34, આમ આદમી પાર્ટીના 33, બહુજન સમાજ પાર્ટી તથા અન્ય પક્ષના 1-1 અને અપક્ષ તરીકે ચાર ઉમેદવારો છે.કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી ચરખડી અને સરધાર બેઠક પર તેના કોઇ ઉમેદવાર નથી. ચરખડીમાં પાર્ટીનું ઉમેદવારી ફોર્મ જ રજાુ થયું નહતું જ્યારે સરધારમાં પાર્ટીએ ઢાંકેચાને ટીકીટ આપી હતી જેઓએ ભાજપનો ખેસ પહેરીને ફોર્મ પાછું ખેંચી લીધું હતું.

જો કે, આ બેઠકો પર અન્ય ઉમેદવારો અકબંધ રહેતા તે બિનહરિફ થઇ ન હતી. આ જ રીતે આમ આદમી પાર્ટી (આપ)ના સુપેડી, પેઢલા તથા જામકંડોરણામાં ઉમેદવાર નથી જ્યાં અન્ય પક્ષના ઉમેદવાર હોવાથી તે બેઠકો પર બિનહરિફ થઇ શકી નહતી.રસપ્રદ વાત એ છે કે, જિલ્લા પંચાયતની 36માંથી 28 બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે જ્યાં 3-3 ઉમેદવારો મેદાનમાં હતા.

જ્યારે ચાર બેઠકો પર સીધો દ્વિપક્ષી જંગ છે અર્થાત બે-બે ઉમેદવારો વચ્ચે જ મુકાબલો છે. આ બેઠકોમાં ચરખડી, સુપેડી, પેઢલા તથા જામકંડોરણા બેઠક સામેલ છે.આ સિવાય જસદણ તાલુકાના ભાડલા બેઠક પરથી સૌથી વધુ પાંચ ઉમેદવારો મેદાનમાં છે. જ્યાં ભાજપ, કોંગ્રેસ, આપ અને બે અપક્ષ છે. આ જ રીતે રાજકોટ તાલુકાના આણંદ પર તથા ઉપલેટા તાલુકાની ડુમીયાણી બેઠકોમાં 4-4 ઉમેદવારો રહ્યા છે.રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે જિલ્લા લેવલે અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી છે. આ સંજોગોમાં સીધો ત્રિપાંખીયો જંગ જ જોવા મળ્યો હતો.

 

36 બેઠકો પર થયેલું ધીંગુ મતદાન

આણંદપર – 70.85 ટકા
આટકોટ – 54.52
બેડી – 66.88
બેડલા – 75.30
ભાડલા – 68.41
ભડલી – 61.05
બોરડી સમઢીયાળા – 52.03
ચરખડી મોટી – 49.71
દડવી – 47.28
દેરડી – 52.06
ડુમિયાણી – 58.85
જામકંડોરણા – 55.21
કમળાપુર – 63.46
કસ્તુરબાધામ – 67.87
કોલીથડ – 54.29
કોલકી – 60.36
કોટડા સાંગાણી – 64.09
કુવાડવા – 74.31
લોધીકા – 70.66
મોટીમારડ – 53.80
મોવિયા – 60.48
પડધરી – 67.28
પાનેલી મોટી – 56.98
પારડી – 67.50
પેઢલા – 56.56
પીપરડી – 59.98
સાણથલી – 51.83
સરપદડ – 66.34
સરધાર – 72.67
શિવરાજગઢ – 50.12
સુપેડી – 58.62
થાણા ગાલોળ – 52.43
વેરાવળ – 55.91
વિછીયા – 59.00
વિરપુર – 58.63
શિવરાજપુર – 63.61

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *