વાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાન

  આજે ગુજરાતભરમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં જીલ્લા પંચાયત, તા.પંચાયત, મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓની ચુંટણી યોજાયેલ હતી. જેમાં વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં.4 બાદ કરતા 1 થી…

 

આજે ગુજરાતભરમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં જીલ્લા પંચાયત, તા.પંચાયત, મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓની ચુંટણી યોજાયેલ હતી. જેમાં વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં.4 બાદ કરતા 1 થી 7 વોર્ડની યોજાયેલ ચુંટણીમાં સરેરાશ 58.56 ટકા મતદાન થયું હતું. શાંતિપુર્ણ મતદાન પ્રક્રીયા પુર્ણ થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

આ મતદાન મહાપર્વમાં સાંસદ (રાજવી), કેશરીદેવસિંહજી ઝાલા પણ પરિવાર સાથે દિગ્વિજયનગર (પેડક) બુથ પર મતદાન પર્વમાં ઉત્સાહભેર જોડાયા હતા. તેમજ ધારાસભ્ય જીતુભાઇ સોમાણી પરિવારે પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. આ તકે ડીવાયએસપી સમીરભાઇ સારડાની સીધી દેખરેખ હેઠળ પી.આઇ. વી.એસ. સિંધવ, મહીલા પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.વી. ઘેલા, પી.એસઆઇ. વી.એચ. ઝાલા, આર.પી. જાડેજા, ડી.વી. ખાંભલા, વી.કે. મહેશ્વરી, જે.ડી. ડામોર સહીત પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી જવાનો દ્વારા સુંદર બંદોબસ્ત જાળવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *