પઠાણી ઉઘરાણી કરી પત્નીને હેરાન કરતાં મિત્રથી કંટાળી યુવાને ફિનાઈલ ગટગટાવ્યું

એસ્ટ્રોન ચોકની ઘટના; ઉછીના રૂપિયા ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપતો હોવાનો આરોપ શહેરમાં ભોમેશ્વર મંદિર મેઇન રોડ પર રહેતા યુવાને મિત્ર પાસેથી લીધેલા…

એસ્ટ્રોન ચોકની ઘટના; ઉછીના રૂપિયા ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપતો હોવાનો આરોપ

શહેરમાં ભોમેશ્વર મંદિર મેઇન રોડ પર રહેતા યુવાને મિત્ર પાસેથી લીધેલા રૂૂપિયા ચૂકવી દીધા હોવા છતાં મિત્ર પઠાણી ઉઘરાણી કરી પત્નીને હેરાન કરતો હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ભોમેશ્વર મંદિર મેઇન રોડ પર રહેતા અર્જુન હરેશભાઈ ગમાઇ નામનો 25 વર્ષનો યુવાન રાત્રિના પોણા આઠેક વાગ્યાના અરસામાં એસ્ટ્રોન ચોક ખાતે હતો ત્યારે ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અંગે હોસ્પિટલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં અર્જુનભાઈએ તેના મિત્ર રવિ સરવૈયા પાસેથી કટકે કટકે રૂૂ 70 હજાર, 4હજાર અને 15 હજાર લીધા હતા. જે રૂૂપિયા ચૂકવી દીધા હોવા છતાં મિત્ર રવિ સરવૈયા રૂૂ.1.26 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપે છે અને કામ પર જતી પત્નીને બ્લેકમેલ કરી હેરાન કરતો હોવાથી અર્જુનભાઈએ ફીનાઇલ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *