સિવિલમાં ફિલ્મી સ્ટંટબાજી: દર્દી સાથે રિક્ષા છેક ઇમરજન્સી વોર્ડમાં ઘુસાડી દીધી

શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે ઇમરજન્સી વોર્ડની બહારથી જ દર્દીઓ માટે સ્ટ્રેચર કે વ્હીલચેરની સુવિધા આપવામાં…

શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે ઇમરજન્સી વોર્ડની બહારથી જ દર્દીઓ માટે સ્ટ્રેચર કે વ્હીલચેરની સુવિધા આપવામાં આવતી હોય છે, પરંતુ એક રિક્ષાચાલકે જાણે ફિલ્મી નકલ કરી હોય તેમ, મહિલા દર્દી સાથે પોતાની રિક્ષા સીધી જ ઇમરજન્સી વિભાગ સુધી દોડાવી દીધી હતી. નવાઈની વાત એ છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ મહિલા દર્દી ચાલવા માટે સક્ષમ હોવાનું જણાયું હતું, છતાં ચાલક રિક્ષા અંદર સુધી લઈ ગયો હતો. સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *