ક્ધટેન્ટ ચોરી મામલે કાર્યવાહી : ગુજરાતી ફિલ્મોના ક્ધટેન્ટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોવાની ફરિયાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. ક્ધટેન્ટ ચોરીના મામલે આમ આદમી પાર્ટી ગુજરાત સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કોપીરાઇટ ભંગના કારણે આમ આદમી પાર્ટી ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ બંધ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મોના ક્ધટેન્ટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે AAPના ગુજરાત એકમનું ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા હેન્ડલ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પાર્ટીના નેતાઓએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે આ પગલું મતદારોમાં પાર્ટીના વધતા સમર્થન અંગે ભાજપનો “ડર” દર્શાવે છે. રાઘવ ચઢ્ઢા સહિત AAPના સાત રાજ્યસભા સાંસદોએ સંગઠન છોડ્યાના એક દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. સંયુક્ત પત્રકાર પરિષદમાં, ચઢ્ઢાએ જાહેરાત કરી કે તેમના સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી દીધી છે અને તેઓ ભાજપમાં જોડાશે. AAPના ધારાસભ્ય સંજીવ ઝાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પાર્ટીના ગુજરાત એકમને લોકોનો જબરદસ્ત ટેકો મળી રહ્યો હતો અને તેમણે સસ્પેન્શનના સમય પર સવાલ ઉઠાવ્યા હતા
. ચૂંટણીઓ દરમિયાન જબરદસ્ત સમર્થન મેળવનાર AAP ગુજરાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ અનુરાગ ઢાંડાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ઢાઢાએ કહ્યું, ભાજપને AAPથી એટલો ડર છે કે તેઓ અમારો અવાજ દબાવવા માંગે છે. BJP સરકારના આદેશ પર AAP ગુજરાત ઇન્સ્ટાગ્રામ પેજ બંધ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે પાર્ટી રાજ્યમાં તેનું અભિયાન ચાલુ રાખશે.
