આવતીકાલે ચૂંટણીના મહાપર્વને વધાવવા કર્મચારીઓ તૈયાર, ઈવીએમ સાથે મતદાન મથકો ઉપર પહોંચ્યા, સુરક્ષા જવાનો પણ તૈનાત
કાળઝાળ ગરમીમાં પોલિંગ સ્ટાફ રાતવાસો બૂથ ઉપર કરશે, રાજ્યભરમાં વહીવટી તંત્ર નિષ્પક્ષ ચૂંટણી માટે સજ્જ
રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ માટે ચૂંટણી કામગીરી સોંપાયેલ કર્મચારીઓ મતદાન મથક પર પહોંચી ગયા છે. સાથે જ પોલીસ-હોમ ગાર્ડ અને જીરાડી તથા જછઙ અને પેરા મિલિટરી દળોએ સુરક્ષાની કમાન પોતાના હાથમાં લઇ લીધી છે. હિટવેવની આગાહીને પગલે મતદાન મથક પર ઘછજ અને એમ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉભી કરી દેવાઈ છે. રાજકોટ જિલ્લામાં 2255 મતદાન મથકો પાર કુલ 5227 એવમ ગોઠવી દેવાયા છે.
રાજકોટ મનપાની ચૂંટણી માટે વોર્ડ નંબર 1થી 3 માટે પાંધી લો કોલેજ, ચૌધરી હાઈસ્કુલ કમ્પાઉન્ડ, વોર્ડ નંબર 4થી 6 માટે શ્રી એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, વોર્ડ નંબર 7થી 9 માટે શ્રી એસ.વી.વિરાણી હાઈસ્કુલ, ટાગોર રોડ, વોર્ડ નંબર 10થી 12 માટે શ્રી એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, વોર્ડ નંબર 13થી 15 માટે શ્રી અમૃતચંદ વીરચંદ જસાણી સ્કુલ, પી.ડી.એમ. ફાટક પાસે, ગોંડલ રોડ તથા વોર્ડ નંબર 16થી 18 માટે શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલખાતેથી બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા હતા .
રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણી માટે આ કામગીરી સરકારી પોલીટેકનીક કોલેજ ભાવનગર રોડ, આજી ડોમ ચોકડી પાસેથી કરાઈ હતી. કોટડા સાંગાણી તાલુકામાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ, લોધીકા તાલુકા માટે ડિસ્પિંગ શ્રી એચ.પી. ખીમાણી વિદ્યાલય ખાતે,. પડધરી તાલુકામાં કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખાતે, ગોંડલ તાલુકામાં સેન્ટમેરી સ્કુલ (ગુંદાળા રોડ) સેન્ટર, જેતપુર તાલુકા માટે સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ (નવાગઢ) ખાતે , ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાની ભગવતસિંહજી હાઇસ્કુલ (સ્ટેશન રોડ, ધોરાજી) ખાતે તથા ઉપલેટા માટે ટાવરવાળી તાલુકા શાળા તો જસદણ માટે મોડેલ સ્કૂલ-જસદણ અને વિંછીયા તાલુકા માટે તાલુકા સેવા સદન-વિંછીયા ખાતેથી ઊટખ સહિતની ચૂંટણી સામગ્રી ડીસ્પેચ કરાઈ હતી. ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડિસ્પેચિંગ કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડમાં 236 ઉમેદવારોની યાદી આખરી થઈ છે. મહાનગરમાં 5,10,086 પુરુષ મતદારો. 4,75,848 મહિલા મતદારો તથા 18 થર્ડ જેન્ડર મળીને 9,85,952 મતદારો છે. 1014 મતદાન મથકો પર 8948 પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. ચૂંટણીમાં 2326 બેલેટ યુનિટ તથા 1163 કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરાશે. ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ વન કક્ષાના છ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ ટુ કક્ષાના છ અધિકારી મુકાયા છે. મહાનગર પાલિકા ક્ષેત્રમાં 151 પોસ્ટલ બેલેટ યુનિટ છે, કુલ મળીને 1480 કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
મહાનગરમાં 506 સંવેદનશીલ અને આઠ અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે 425 જેટલા વાહનોનું રિક્વિઝિશન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જ્યારે તાલુકા પંચાયતની 202 બેઠકો માટે 595 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ બંને ચૂંટણી માટે કુલ 1186 મતદાન બૂથ નક્કી કરાયા છે તથા 8480 પોલિંગ સ્ટાફ નિયુક્ત કરાયો છે. 1186 બૂથોમાંથી 179 અતિ સંવેદનશીલ અને 283 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.
આ ચૂંટણીમાં 5,01,683 પુરુષ મતદારો તથા 4,54,890 મહિલા મતદારો તથા બે અન્ય મળીને કુલ 9,56,575 મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં 2675 બેલેટ યુનિટ તથા એટલા જ કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે આઠ ક્લાસ-1 અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 22 ક્લાસ-2 અધિકારી નિયુક્ત કરાયા છે.
તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ થઈ છે, 07-ગઢડા, 04-દાળીયા, 11-મેવાસા તથા 01-ભાદાજાળીયાનો સમાવેશ થાય છે. તા.પં., જિ.પં.માં 403 સર્વિસ વોટર્સ તથા ચૂંટણી ફરજના 1961 સ્ટાફ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ કુલ 2255 મતદાન મતકો છે. જેમાંથી 814 સંવેદનશીલ મતદાન મથકો અને 195 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે.
મતદારો 14 માન્ય પુરાવાના આધારે મતદાન કરી શકશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત આવતીકાલે તા.26 એપ્રિલ-2026, રવિવારના રોજ મતદાન યોજાનાર છે. કોઇપણ મતદાર પોતાનું નામ https://secsearch.gujarat. gov.in/search/default.aspx ઉપર જઇ સરળતાથી તેની વિગતો મેળવી શકે છે.
મતદાનના દિવસે મતદારો પોતાના મતદાર કાર્ડનો ઉપયોગ કરી મતદાન કરી શકશે. તદ્ઉપરાંત મતદારો મતદાનના દિવસે નીચે જણાવેલ 14 માન્ય પુરાવાના આધારે મતદાન કરી શકે છે.
1. ફોટા સાથેનો પાસપોર્ટ
2. ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
3. ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ
4. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ,
5. પબ્લીક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક
6. અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિ અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર
7. ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર
8. કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ડ,
9. ફોટો સાથેના હથિયારોના લાયસન્સ
10.સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ)
11. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ
12. કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકર્તા.
13. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
14. UIDAI દ્વારા આપવામાં આવેલ “આધાર કાર્ડ”નો ઉપયોગ કરી શકાશે.
