ઇસ્લામાબાદમાં ઇરાન-અમેરિકાની વાટાઘાટનો બીજો રાઉન્ડ શરૂ

ટ્રમ્પના જમાઇ તથા સ્ટીવ વિટકોફ અને ઇરાનના અબ્બાસ અરાગચી વચ્ચે વાટાઘાટ પર જગતની નજર અમેરિકા અને ઇરાન વચ્ચે આજે પાકિસ્તાનમાં યોજાઇ રહેલી દ્વિતીય શાંતિ વાર્તા…

ટ્રમ્પના જમાઇ તથા સ્ટીવ વિટકોફ અને ઇરાનના અબ્બાસ અરાગચી વચ્ચે વાટાઘાટ પર જગતની નજર

અમેરિકા અને ઇરાન વચ્ચે આજે પાકિસ્તાનમાં યોજાઇ રહેલી દ્વિતીય શાંતિ વાર્તા માટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના મધ્યપુર્વ માટેના મુખ્ય રાજદ્વારી સ્ટીવ વિટકોફ અને પોતાના જમાઇ જેરેડ કુશનરને પોતાના ખાસ દુતો તરીકે ઇસ્લામાબાદ મોકલ્યા છે.

જેઓ આજે સવારે અહીં આવી પહોંચ્યા છે. ગઇકાલે શુક્રવારે અગાઉથી જ ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચી વાટાઘાટો માટે પોતાના કેટલાક ટોચના રાજદ્વારીઓ સાથે ઇસ્લામાબાદ પહોંચી ગયેલા છે. આ મંત્રણાઓ અંગે પહેલેથી સક્રિય અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ આવ્યા નથી, પરંતુ વાતચીત જો સકારાત્મક દિશામાં આગળ ધપતી જણાય તો તેઓ પાછળથી આ વાટાઘાટોમાં જોડાઇ શકે છે એમ વ્હાઇટ હાઉસના પ્રવકતાએ આજે કહ્યું હતું.

સીએનએનના અહેવાલ મુજબ, જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે મુલાકાત કરશે. અરાગચીએ અગાઉ પાકિસ્તાન પ્રવાસની જાહેરાત કરી હતી, જેનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાર્તા શરૂૂ થવાની આશા જાગી હતી. અરાગચીએ જોકે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમનો પ્રવાસ પ્રાદેશિક વિકાસ અને દ્વિપક્ષીય બાબતો પર પરામર્શ કરવા માટે છે, પરંતુ પડદા પાછળ આ મુલાકાત આઠ અઠવાડિયાના યુદ્ધને રોકવા માટેની કવાયત હોવાનું મનાય છે.

પાકિસ્તાની અધિકારીઓએ પણ આશા વ્યક્ત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાનો આજનો બીજો તબક્કો સફળ રહેશે. આ હિલચાલ એવા સમયે જોવા મળી રહી છે જ્યારે અમેરિકાએ ઈરાન પર દરિયાઈ નાકાબંધી કરીને આર્થિક દબાણ વધાર્યું છે, જેથી ઈરાનને શાંતિ વાર્તાના ટેબલ પર લાવવા મજબૂર કરી શકાય. બીજી તરફ, ઈઝરાયેલ અને લેબનોન પણ ત્રણ અઠવાડિયા માટે યુદ્ધવિરામ વધારવાની તૈયારીમાં છે.
ઉપરાંત આ વાટાઘાટો પૂર્વે આજે અમેરિકાએ ઇરાનની 40 ઓઇલ નિકાસ કરતી શિપિંગ કંપનીઓ પર પ્રતિબંધ ફટકાર્યો હતો. પોતાના દુતો પાકિસ્તાન જવા રવાના થાય એ પહેલા પણ ટ્રમ્પે ઘમંડ પૂર્વક પોતાની શરતોનું પુનરોચ્ચારણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *