સુંદર ક્ધયા સમક્ષ USના પરમાણુ વડાએ અનેક રહસ્યોનો ઘટસ્ફોટ કર્યો

હનીટ્રેપમાં ફસાયેલા અધિકારીને પેન્ટાગોને રજા પર ઉતારી ઘર ભેગો કર્યો : મિશન ઈરાન વિશેની માહિતી લિક ટ્રમ્પ પ્રશાસનના આ અધિકારીએ અમેરિકાની ગુપ્ત માહિતી દુનિયા સામે…

હનીટ્રેપમાં ફસાયેલા અધિકારીને પેન્ટાગોને રજા પર ઉતારી ઘર ભેગો કર્યો : મિશન ઈરાન વિશેની માહિતી લિક

ટ્રમ્પ પ્રશાસનના આ અધિકારીએ અમેરિકાની ગુપ્ત માહિતી દુનિયા સામે લીક કરી દીધી છે. હની ટ્રેપમાં ફસાઈને એન્ડ્રુ હગે રેસ્ટોરન્ટમાં એક મહિલાને જે જણાવ્યું તે અત્યંત સંવેદનશીલ અને સનસનીખેજ છે. ઈરાન યુદ્ધમાં ફસાયેલા અમેરિકાનું સીક્રેટ હવે કેમેરા પર દુનિયાની સામે આવી ચૂક્યા છે. સ્ટિંગ ઓપરેશનમાં એન્ડ્રુ હગે મોજતબા ખામેનેઈના મોતના પ્લાનથી લઈને અમેરિકાના ન્યુક્લિયર પ્રોગ્રામ સુધીની દરેક માહિતી આપી દીધી.

મહિલાએ અમેરિકાની પરમાણુ નીતિને લઈને એન્ડ્રુ હગને સવાલ કર્યો, તો તેમણે બે ટૂંક શબ્દોમાં કહ્યું કે, અમે કોઈના પર પરમાણુ હુમલો કરવાના નથી. વીડિયોમાં હગે અમેરિકાની મિસાઈલ ડિટેક્શન સિસ્ટમ વિશે પણ ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે, અમેરિકા પાસે સ્પેસમાં સેટેલાઈટ અને રડાર સિસ્ટમ છે, જે કોઈપણ મિસાઈલ લોન્ચને તરત જ પકડી લે છે અને તેની સ્પીડ અને દિશા પણ જાણી લે છે.

અંડરકવર મહિલા: “જો કોઈ બીજો દેશ પરમાણુ મિસાઈલ લોન્ચ કરે, તો શું તમે તેને શોધી શકો છો?”
એન્ડ્રુ હગ: “હા, સ્પેસ સેટેલાઈટ્સ અને રડારની મદદથી તમે તેને જોઈ શકો છો. રડાર પર તમને મિસાઈલ દેખાય છે, તમે ખરેખર તેને ઉડતી ટ્રેક કરી શકો છો. તમે તેની સાઈઝ અને સ્પીડ જેવી વસ્તુઓનો અંદાજ લગાવી શકો છો. તમે સમજી જાઓ છો કે આ એક મિસાઈલ છે અને તેના વિશે ઘણી માહિતી મળી જાય છે.”
ટ્રમ્પના મિશન ઈરાનને લઈને પણ મહિલાએ તેમને સવાલ પૂછ્યો. સવાલ હતો કે, શું ઈરાનમાં વધુ નેતાઓને મારવાનો પ્લાન છે? જવાબ પણ સાંભળી લો.

 

મહિલા પત્રકાર: “શું તમને લાગે છે કે અમે ઈરાનમાં વધુ નેતાઓને મારવાના છીએ?”
એન્ડ્રુ હગ: “હા, થઈ શકે છે… ડોનાલ્ડ ટ્રમ્પ એવું કરી શકે છે… મને નથી ખબર કોણ, પણ તેઓ અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈને મારી શકે છે. હા, જો ખામેનેઈનો પુત્ર મોજતબા સત્તામાં આવશે, તો તે પણ માર્યો જશે.ઈરાન યુદ્ધમાં બાળકોના મોતને લઈને પણ ટ્રમ્પના અધિકારીને સવાલ પૂછાયો. જેમાં તેમણે કહ્યું કે, યુદ્ધમાં બાળકો પણ મરે છે. “મને પૂરો વિશ્વાસ છે કે ’કોલેટરલ ડેમેજ’ થયું હશે. હા, ચોક્કસપણે. મારો મતલબ છે, અમે લોકો મારીએ છીએ. યુદ્ધમાં બાળકો પણ મરી જાય છે. પણ એવું જાણી જોઈને નથી થતું તેમ છતાં, મારું માનવું છે કે અમે ઈરાકમાં નાગરિકોને માર્યા છે. માફ કરશો, ઈરાનમાં પણ.”

વીડિયો સામે આવ્યા પછી અમેરિકાની સંવેદનશીલ માહિતીની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. એ અધિકારી જેના પર પરમાણુ અને રાસાયણિક હથિયારોની સુરક્ષાની જવાબદારી હતી, તે જ એક અજાણી મહિલાને અમેરિકાના સીક્રેટ લીક કરતો ઝડપાયો. અમેરિકા પ્રશાસને તરત જ કાર્યવાહી કરીને એન્ડ્રુ હગને પેન્ટાગોનમાંથી હટાવી દીધા છે અને ફરજિયાત રજા પર મોકલી દીધા છે.

અમેરિકા પાસે રાસાયણીક શસ્ત્રો છે
એન્ડ્ર હગે એવો પણ દાવો કર્યો કે અમેરિકા પાસે અત્યારે પણ ખતરનાક ’નર્વ એજન્ટ’ જેવા કેમિકલ મોજૂદ છે, જેમાંથી કેટલાક મેરીલેન્ડમાં રાખવામાં આવ્યા છે. “નર્વ એજન્ટ એક રાસાયણિક હથિયાર છે. જો તેને લોકો પર છાંટવામાં આવે, તો તે એક ખાસ એન્ઝાઇમને પ્રભાવિત કરે છે જેને ’કોલિનેસ્ટેરેઝ’ કહેવાય છે. આ એન્ઝાઇમ આપણા નર્વસ સિસ્ટમમાં સિગ્નલને નિયંત્રિત કરે છે. આ રસાયણની અસરથી એન્ઝાઇમ કામ કરવાનું બંધ કરી દે છે. પછી ફેફસાં કામ નથી કરતા, હૃદય કામ નથી કરતું… શરીરની કોઈપણ પ્રણાલી ઠીકથી કામ કરી શકતી નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *