કોંગ્રેસના નેતાની જીભ લપસી, પંજાને બદલે કમળનું બટન દબાવવા કહ્યું

દ્વારકા જિલ્લામાં રાવલ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાની જીભ લપસી છે, રાવલ નગર પાલિકાની ચૂંટણી સભામાં કોંગ્રેસના નેતાઓએ ભૂલથી કમળનું બટન દબાવવાનું કહી દેવાનો વીડિયો…

દ્વારકા જિલ્લામાં રાવલ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાની જીભ લપસી છે, રાવલ નગર પાલિકાની ચૂંટણી સભામાં કોંગ્રેસના નેતાઓએ ભૂલથી કમળનું બટન દબાવવાનું કહી દેવાનો વીડિયો વાયરલ થયો છે, કોંગ્રેસ ઉમેદવારે વિકાસ ગાંડો થયો હોય તેમાં પરિવર્તન લાવવા કમળનું બટન દબાવવા કહ્યું હોવાની વાત સામે આવી છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા વીડિયો બન્યું લોકોમાં ચર્ચાનું કેન્દ્ર અને રાવલ નગર પાલિકાના વોર્ડ નં 1ના ઉમેદવારના પુત્ર દ્વારા કોંગ્રેસ સભામાં જીભ લપસી હોવાની માહિતી સામે આવી છે. તો નેતા બોલી તો ગયા પણ તેમને બોલ્યા પછી કોઈ પસ્તાવો થયો નથી તેવી વાત પણ સામે આવી છે. કમળ એ ભાજપનું ચિહ્ન છે અને તે દબાવો તેવું બોલી જતા રાજકીય રંગ પકડાઈ ગયો હતો. રાવલ નગર પાલિકાના વોર્ડ નં.1ના ઉમેદવારના પુત્ર દ્વારા ભાષણ દરમિયાન આ ભૂલ થઈ હોવાની વાત સામે આવી છે.

જે રીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેને જોઈ લાગી રહ્યું છે કે, નેતા પંજાનો સાથ છોડી ભવિષ્યમાં કમળ હાથમાં લઈ શકે છે, તો વીડિયોમાં નેતાજી એવું પણ બોલી રહ્યાં છે કે, વિકાસ ગાંડો થયો હોય તેમાં પરિવર્તન લાવવા કમળનું બટન દબાવો, આ નિવેદન બાદ સભામાં હાજર લોકોમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ હતી અને મામલો ગંભીર બન્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *