મે મહિના સુધીમાં 700 એકમો કાર્યરત થવાની આશા: 2 લાખથી વધુ શ્રમિકોની રોજી રોટીનો પ્રશ્ન ઉકેલાશે
તાજેતરના વૈશ્વિક ભૂ-રાજકીય વિક્ષેપો અને તેના કારણે ઉભા થયેલા આર્થિક સંકટ વચ્ચે મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા અવિરત ગેસ પુરવઠો અને ભાવોની સ્થિરતાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવતા મોરબીના સિરામિક એકમોમાં ફરીથી ઉત્પાદન પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે. ઉદ્યોગમાં મંદીનું કારણ અને વર્તમાન સ્થિતિ: માર્ચ 2026ના બીજા પખવાડિયામાં કાચા માલના વધેલા ભાવ, પ્રોપેનના ઔદ્યોગિક ઉપયોગ પરના કાપ અને વધેલા પરિવહન ખર્ચને કારણે મોરબીના અનેક સિરામિક એકમોએ સ્વૈચ્છિક રીતે કામગીરી બંધ કરી દીધી હતી. આના કારણે અંદાજે 2 લાખથી વધુ કામદારોની રોજીરોટી પર સીધી અસર પડી હતી.
જોકે, ગુજરાત ગેસની સ્થાનિક અને કોર્પોરેટ ટીમોએ મોરબી સિરામિક એસોસિએશન સાથે સંકલન સાધીને ઉદ્યોગો ફરી શરૂૂ થાય તે માટે સકારાત્મક પ્રયાસો કર્યા છે. ભૂ-રાજકીય સંકટ સમયે અવિરત પુરવઠો જાળવવા કંપનીએ મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી બજાર ભાવે ગેસની ખરીદી કરી ભારત સરકારના નિર્દેશોનું પાલન કર્યું છે. કંપનીએ વૈવિધ્યપૂર્ણ સોર્સિંગ વ્યૂહરચના અપનાવી મે 2026 માટે પણ સ્થિર ભાવ અને પુરવઠાની ખાતરી આપી છે. આ ઉપરાંત, ઉદ્યોગની ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે કામદારોની કેન્ટીન સુવિધાઓમાં પણ ઙગૠ કનેક્શન આપવાની સહાય કરવામાં આવી રહી છે.મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે નવા ગેસ સેલ્સ એગ્રીમેન્ટ્સ સાઇન થતા ઉદ્યોગમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આ બાબતે વધુ વિગતો માટે એક્સિક્યુટિવ ડાઇરેક્ટર (કમર્શિયલ) દેવેન્દ્ર અગરવાલ (મો. 9825005139) નો સંપર્ક કરી શકાય છે, તેમ એક યાદીમાં જણાવાયું છે.
ગેસ વપરાશમાં નોંધપાત્ર વધારો
એપ્રિલ 2026 દરમિયાન ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. આંકડાકીય વિગતો મુજબ
* 31 માર્ચ 2026: માત્ર 83 ગ્રાહકો દ્વારા દૈનિક 3.6 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ થતો હતો.
* 22 એપ્રિલ 2026: ગ્રાહકોની સંખ્યા વધીને 290 થઈ છે અને દૈનિક વપરાશ 27 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચ્યો છે.
* આગામી અંદાજ: મે 2026 સુધીમાં કાર્યરત એકમોની સંખ્યા 675 થી 700 સુધી પહોંચવાની શક્યતા છે, જેનાથી દૈનિક ગેસ વપરાશ 60-70 લાખ ક્યુબિક મીટર થઈ શકે છે.
