ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના છેલ્લા તબક્કામાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ દરમિયાનBJPના કેટલાક નેતાઓના આકરા અને વિવાદિત નિવેદનોને કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ અને ડેમેજ કંટ્રોલની સ્થિતિ જોવા મળી રહી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રભારી ડો. ઋત્વિજ પટેલએ આકરા શબ્દોમાં કહ્યું કે, “ભાજપના જ વિભીષણોએ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા છે. ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશે.”તેમણે આગળ કહ્યું, “કોઈ અમને છેડે તો અમે તેને છોડતા નથી. દુશ્મનને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય.” આ નિવેદનમાં તેમણે પાર્ટીના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી પર પણ સીધું નિશાન સાધ્યું હતું.આ નિવેદન બાદ BJPમાં નારાજગી વધુ તીવ્ર બની છે અને પાર્ટી ઠેર-ઠેર ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.
ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વિતરણને લઈને અનેક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો છે. કોંગ્રેસ તરફથી પણBJP પર ઉમેદવારોને પ્રલોભન અને ધમકી આપવાના આરોપો લાગ્યા છે.
બંને પક્ષો વચ્ચે આકરા પ્રહારો ચાલી રહ્યા છે.વાઘોડિયા અને સુત્રાપાડા જેવા વિસ્તારોમાં આવા નિવેદનોને કારણે સ્થાનિક સ્તરે રાજકીય વાતાવરણ ગરમાયું છે.
