સેવા રત્નનો અંત, પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાથી નિધન

કુષ્ઠરોગીઓના ઉત્થાન અને તેમની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન…

કુષ્ઠરોગીઓના ઉત્થાન અને તેમની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.તેમના નિધનથી સેવા ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.

સુરેશભાઇ સોની માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ સેવાનું એક જીવંત પ્રતીક હતા. તેમણે સમાજ દ્વારા તરછોડાયેલા કુષ્ઠરોગીઓને અપનાવી, તેમને સન્માનભેર જીવવાની રાહ ચીંધી હતી. તેમણે હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે ’સહયોગ કુષ્ઠ યજ્ઞ’ ટ્રસ્ટ દ્વારા સેવા આશ્રમની શરૂૂઆત કરી હતી. જે સમયમાં કુષ્ઠરોગને એક અભિશાપ માનવામાં આવતો હતો, તેવા કઠિન સમયમાં સુરેશભાઇએ આ દર્દીઓની સેવા કરવાનો કઠિન સંકલ્પ લીધો હતો. આશ્રમમાં માત્ર સારવાર જ નહીં, પરંતુ દર્દીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવતી હતી.

તેમની નિ:સ્વાર્થ અને અવિરત સેવાની કદર રૂૂપે ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત ’પદ્મશ્રી’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન માત્ર તેમનું નહીં, પરંતુ સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું સન્માન હતું. પદ્મશ્રી સુરેશભાઇ સોનીની અંતિમક્રિયા આજે સવારે તેમના કર્મસ્થળ એવા સહયોગ કુષ્ઠ યજ્ઞ, રાજેન્દ્રનગર ખાતે કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ, સેવકો અને નાગરિકો તેમને અંતિમ વિદાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *